તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શહેરનો ખેલાડી ટેનિસમાં ઇન્દોરમાં યોજયેલ સ્પર્ધામાં રનર્સ અપ રહ્યો

શહેરનો ખેલાડી ટેનિસમાં ઇન્દોરમાં યોજયેલ સ્પર્ધામાં રનર્સ અપ રહ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | મધ્ય પ્રદેશ ટેનિસ એસોસિએશન અને ઇન્દોર ટેનિસ કલબ દ્વારા ટેનિસ ચેમ્પિયનશિપ સિરીઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશિપ તા.11થી 16 જૂન દરમ્યાન ઇન્દોર ખાતે યોજવામાં આવી હતી. જેમાં શહેરના 14 વર્ષના હિરક વોરાએ ભાગ લીધો હતો. હિરકે ઉત્તમ પ્રદર્શન કરી સિંગલ્સ અંડર 18 સ્પર્ધામાં રનર્સ અપ રહ્યો હતો. હિરક બલભવન ખાતે કોચ વંદન મેહતા અને દર્શન મહેતા પાસે ટ્રેનિંગ મેળવી રહ્યો છે.આ પર્ફોર્મન્સ સાથે હિરક ઓલ ઇન્ડિયા ટોપ 25 માં અંડર 16માં સ્થાન મેળવ્યું છે. ઉલ્લેખનિય છે કે, અગાઉ પણ હેત દ્વારા વિશિષ્ટ પર્ફોર્મન્સીસ આપવામાં આવ્યા હતા.

જિલ્લા કક્ષાની અંડર 23 કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
વડોદરા | રેસલિંગ એસોસિએશન ઓફ બરોડા દ્વારા જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા તા.1 જુલાઇના રોજ બપોરે 4 વાગ્યે શ્રી નારાયણ ગુરુ વ્યાયામ શાળા, સલાટવાળા ખાતે યોજાશે. આ સ્પર્ધા અંડર 23થી ભાઈઓ અને બહેનો માટે યોજવામાં આવી છે. જે ખેલાડીઓ ગુજરાત રાજ્યના છેલ્લા 12 માસથી વતની હોય તથા વર્ષ 1996થી 2000 દરમ્યાન જન્મેલા હોય તથા વર્ષ 2001માં જન્મેલા ખેલાડીએ વાલીનો સમંતીપત્ર અને ડોકટરનું ફિટનેસ પ્રમાણ પત્ર રજૂ કરવાનું રહેશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા ખેલાડીઓ તા.30 જૂન સુધી શાળા અથવા સંસ્થાના લેટર પેડ પર જન્મ તારીખના દાખલા સાથે એસોસીએશન, માનદ મંત્રી, બી.એમ.કહારના સરનામે, ટાઈપ આઈ-240, રેવન્યુ કોલોની, રેસ કોર્સ સર્કલ પાસે મોકલી આપવાનું રહેશે. આ સ્પર્ધામાં પસંદગી પામેલ ખેલાડીને ગુજરાત રાજ્ય કક્ષાની કુસ્તી સ્પર્ધા માટે સુરત મોકલવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...