તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માર્શલ આર્ટમાં વિશેષ દેખાવ કરવા બદલ પોલીસ ભવન ખાતે ખેલાડીઓનું સન્માન

માર્શલ આર્ટમાં વિશેષ દેખાવ કરવા બદલ પોલીસ ભવન ખાતે ખેલાડીઓનું સન્માન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | ગુજરાત MMA એસો.ના માર્શલ આર્ટ ખેલાડીઓએ 2જી વેસ્ટર્ન સેન્ટ્રલ ઝોન એમ્ચ્યોર મિક્સડ માર્શલ આર્ટ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો. નેશનલ લેવલ માર્શલ આર્ટ ચેમ્પિયનશિપ દેવી આહિલ્યા વિશ્વવિદ્યાલય, ઇન્દોર ખાતે 23-24 જૂનના રોજ યોજઇ હતી. સ્પર્ધામાં શહેરના 7 ખેલાડીઓએ ભાગ લઇ 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. જેમાં જય પટેલ અને ભગીરથ ગૌસ્વામીએ ગોલ્ડ જયારે શ્રેયન દરજીએ સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ વિજય અંતર્ગત કોસ્ટલ સિક્યુરિટી ઓફ ગુજરાતના આઈજીપી સુભાસ ત્રિવેદી દ્વારા પોલીસ ભવન ખાતે બુધવારના રોજ જય, ભગીરથ, શ્રેયન અને તેમના કોચ બબલુ સાવંતનું સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...