તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કમાટીબાગમાં 60 સાઇકલો, દરરોજ માંડ 20 લોકો જ ચલાવે છે

કમાટીબાગમાં 60 સાઇકલો, દરરોજ માંડ 20 લોકો જ ચલાવે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કમાટીબાગ ખાતે પડેલી મોટાભાગની સાઇકલો આજકાલ ધૂળ ખાઇ રહી છે.

ડીબી સ્ટાર રિપોર્ટર | વડોદરા

કમાટીબાગમાં નિયમિતપણે મોર્નિંગવોક માટે આવતા લોકોમાં સાઇક્લિંગ પ્રત્યે ક્રેઝ વધે તે2014માં કમાટીબાગમાં લોકો માટે ફ્રી સાઇક્લિંગની સુવિધા શરૂ કરવામાં આવી હતી. શરૂઆતના મહિનાઓ દરમિયાન અંત્યંત લોકપ્રિય બનેલી સાઇકલો હવે જૂની થતાં આકર્ષણ ગુમાવી રહી છે. હાલમાં હાલત એવી થઇ છે કે, સાઇક્લિંગ ફ્રી હોવા છતાં માંડ 20 લોકો સાઇકલો ચલાવી રહ્યાં છે. સમય જતાં કમાટીબાગના મોર્નિંગ વોકર્સ અને સાઇકલ ચાલકો વચ્ચે રસ્તા પર ચાલવા બાબતે ઝગડો થતો હતો. તેથી સાઇકલિંગના સમયમાં વારંવાર બદલાવ કરવાની ફરજ પડતી હતી.સ્ટેન્ડના ઇન્ચાર્જ એન.આર પુરાણીને આ વિશે પૂછતા તેમણે જણાવ્યું કે,વેકેશન દરમિયાન સાઇકલિંગ કરતા બાળકોની સંખ્યા વધે છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કેટલાક વાલીઓ પોતે સાઇકલ જતાં અને પછી સાઇકલનો ઉપયોગ બાળકોને શીખવાડવા કરતા જેના કારણે કેટલીક વાર બાગના મુલાકાતીઓ સાથે અકસ્માતના બનાવ બનતા હતા, તેથી હવે 15 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિને જ સાઇકલ ચલાવવા અપાય છે.

સાઇકલિંગની ડિમાન્ડ ઓછી થવાનાં કારણો
સાઇકલિંગ માટે સ્પેશિયલ સ્પેસ કે સુવિધા નથી.

મોર્નિંગ વોકર્સનો સાઇકલિંગ સામે અણગમો.

સાઇકલિંગના સમયમાં વારંવાર કરાતો ફેરફાર.

ચાર વર્ષ જૂની સાઇકલો ઓછી કમ્ફરટેબલ.

સાઇકલિંગ માટે 15 વર્ષ સુધીના બાળકોને અપાતી નથી.

સાઇકલિંગનો સમય નક્કી કરવો મોટો પડકાર
કમાટીબાગમાં મફત સાઇકલિંગની શરૂઆત કરી ત્યારે સાઇકલિંગનો સમય સવારે 7 નક્કી કરવામાં આવ્યો હતો. સાઇકલ ચાલકોને કારણે મોર્નિંગ વોકર્સને ડિસ્ટબન્સ વધ્યાને કારણે આ સમય બદલીને 9 વાગ્યાનો કરવામાં આવ્યો. પછી લોકોએ નવ વાગ્યાનો સમય સાઇકલિંગ માટે માફક નથી તેમ કહેતા બે મહિના અગાઉથી સાઇકલિંગનો સમય સવારે 8.30નો કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...