તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ફાઇન આર્ટ્સના 3 વિદ્યાર્થીઓએ શહેરની કદરૂપી દીવાલને આર્ટથી ફાઇન કરી દીધી

ફાઇન આર્ટ્સના 3 વિદ્યાર્થીઓએ શહેરની કદરૂપી દીવાલને આર્ટથી ફાઇન કરી દીધી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરને સ્વચ્છ બનાવવાના ભાગરૂપે શહેરની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના 3 વિદ્યાર્થીઓ પ્રદીપ ગોરાસવા, ક્રિષ્ના સોની અને ઝુહી કદમ દ્વારા અકોટા દિનેશ મિલ પાસેની કદરૂપી 80x10 ફૂટની દીવાલને સુંદર બનાવી છે. 10 દિવસમાં એક્સ્ટીરિયર કલર દ્વારા શહેરની ઓળખ સમા એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ ડેપો, સુરસાગરના શિવજી, વિશ્વામિત્રીના મગર, કાલાઘોડા સર્કલ સ્થિત મુકવામાં આવેલ સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનું સ્કલ્પચર, લક્ષ્મી વિલાસ પેલેસ અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની આર્ટસ ફેકલ્ટી સ્થિત આવેલ ડોમની તસ્વીર કંડારી છે. પ્રોજેક્ટના ક્યુરેટર સચિન કાલુસકરે જણાવ્યું હતું કે, શહેરમાં આ પ્રકારની અનેક દીવાલો છે કે જેની પર આર્ટવર્ક કરીને શહેરની સંસ્કૃતિ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા કેટલાંક વર્ષોથી શહેરની જાહેર દીવાલો પર પોસ્ટર અને જાહેરાતોની જગ્યાએ ક્રિયેટીવીટીને સ્થાન આપવામાં આવી રહ્યું છે. તેમાં પણ શહેરની આગવી વાતોને કલાના માધ્યમથી કંડારવામાં આ‌વતાં કેટલીક વખત આવી દીવાલો લોકોના આકર્ષણનું કેન્દ્ર બની જતી હોય છે.

દિનેશમિલ રોડ પરની દીવાલને સુંદરતા પ્રદાન થઇ
લિટર કલર

8
કલર શેડ

10
દિવસ લાગ્યા

60
કલાક સમય

3
આર્ટીસ્ટે બનાવ્યાં

સ્ટેશન વિસ્તારમાં આવેલી દીવાલ પર વડોદરાની ખ્યાતનામ જગ્યાઓ કંડારાઇ

અન્ય સમાચારો પણ છે...