તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સૌથી પહેલાં દાંડિયા બજારમાં અને છેલ્લાં વડીવાડીમાં પાણી અોસર્યું

સૌથી પહેલાં દાંડિયા બજારમાં અને છેલ્લાં વડીવાડીમાં પાણી અોસર્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી કમાન્ડ સેન્ટરમાંથી શહેરના 33 વિસ્તારોનુ મોનિટરીંગ કરવામાં આવ્યું હતું અને તેમાં 10 વિસ્તારોમાં પાણીનો ભરાવો જ થયો નહીં હોવાની તેમજ 21 વિસ્તારોમાં પાણીનો નિકાલ થતાં છ કલાકનો સમય લાગ્યો હોવાનુ નોંધાયું હતું.

શહેરમાં સોમવારે બપોરે 2 કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકયો હતો અને તેના કારણે સૌથી વધુ અસર પશ્ચિમ વિસ્તારમાં નોંધાઇ હતી. સ્માર્ટ સિટીના સિટી કમાન્ડ સેન્ટરમાં 252 પૈકી 240 સીસી ટીવી કેમેરાનુ મોનિટરીંગ ઇ વોલ થકી કરવામાં આવ્યું હતું. સીસીટીવી કેમેરાના ફુટેજ આધારે શહેરમાં કયાં કયાં પાણીનો ભરાવો થયો હતો અને કયારે તેનો નિકાલ થયો હતો તેનો ટાઇમીંગ પણ લેવામાં આવ્યો હતો.જેમાં,ચાર દરવાજા સહિતના 10 સ્પોટ એવા હતા કે જે સોમવારે બપોરે મેઘરાજાના પ્રકોપથી બચ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે,આજવા રોડ અને વાઘોડિયા ડભોઇ રીંગ રોડના કેટલાક આંતરિક ભાગમાં પાણીનો ભરાવો યથાવત રહેવા પામ્યો છે.

જયારે, વડીવાડી, રેલવે સ્ટેશન, ગેંડા સર્કલ, અકોટા, વાઘોડિયા ચોકડી, લહેરીપુરા ગેટ, ડભોઇ રોડ, સમા સાવલી રોડ, દાંડિયાબજાર સહિતના 21 સ્પોટ એવા હતા કે જયાં બે કલાક સુધી પડેલા વરસાદનો નિકાલ દસ મિનીટથી લઇને છ કલાકે થયો હતો.જેમાં, સૌથી પહેલા બપોરે 2.10 વાગે દાંડિયાબજાર ચાર રસ્તા પાસેથી પાણીનો નિકાલ થઇ ગયો હતો તો વડીવાડી ફાયર સ્ટેશન પાસેથી અને વોર્ડ નંબર 9ની કચેરી પાસે રાતે 8.10 વાગે પાણી ઓસર્યા હતા. સોમવારે બપોરે 2 કલાકમાં પશ્ચિમ વિસ્તાર જળબંબાકાર થઇ ગયો હતો અને તેના કારણે ચકલી સર્કલથી ગેંડા સર્કલ સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. જેને હળવો કરવા સૂચના અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...