તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જિલ્લા તાલુકાના તમામ કંટ્રોલ રૂમને એલર્ટ કરાયા

જિલ્લા-તાલુકાના તમામ કંટ્રોલ રૂમને એલર્ટ કરાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં સોમવારના રોજ બપોરે 12 થા 4 અને રાતે 1 થી 3:30 દરમિયાન કુલ સાત ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે વડોદરા કલેક્ટર દ્વારા જીલ્લા તેમજ તાલુકાના તમામ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને એલર્ટ પર રાખ્યા હતા.

હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી આપી હોવાથી વડોદરાના 600 થી વધારે ગામોમાંથી જે ગામો વરસાદી પાણી ભરાતા સંપર્ક વિહોણા થઈ જતા હોય તેવા ગામોમાં પુરતો રાશનનો અને દવાઓનો જથ્થો રાખવા કલેક્ટર દ્વારા સુચના આપી દેવામાં આવી છે.આ ઉપરાંત બોટ સાથે તરવૈયાઓની ટીમ પણ જીલ્લામાં સ્ટેન્ડ-ટુ રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...