તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માઇક્રો ટનલિંગ ડ્રેનેજ લાઇનમાં 5 ભૂવા પડતાં 3 કોન્ટ્રાક્ટરને નોટિસ

માઇક્રો ટનલિંગ ડ્રેનેજ લાઇનમાં 5 ભૂવા પડતાં 3 કોન્ટ્રાક્ટરને નોટિસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પહેલા જ વરસાદમાં માઇક્રોટનલીંગ ડ્રેનેજ લાઇનમાં ભૂવા પડવાનો સિલસિલો જારી રહ્યો છે અને વધુ પાંચ ભૂવા પડતા ત્રણ કોન્ટ્રાકટરોને પાલિકાએ નોટિસ આપી 48 કલાકમાં કામગીરી કરવાની તાકિદ કરી છે.

માઇક્રોટનલીંગ ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલી રહી છે ત્યારે તાજેતરમાં નવાયાર્ડ રોડ પર કામગીરી પૂરી થયાના સાત દિવસમાં જ પાંચ ભૂવા પડયા હતા. તેવી જ રીતે, બીપીસી રોડ પર આવેલ કાશીવિશ્શ્વર મહાદેવ મંદિરથી અકોટા ગાય સર્કલ સુધીની ડ્રેનેજ લાઇન પર પાંચ જગાએ ચરી બેસી ગઇ હતી. મ્યુ.કમિશનર ડો.વિનોદ રાવે માઇક્રોટનલીંગના કોન્ટ્રાકટરો સાથે બેઠક કરી હતી અને ચરીપુરાણ યોગ્ય રીતે કરવાની સૂચના આપી હતી. એટલું જ નહીં, 48 કલાકમાં ચરી પુરાણ સહિતની કામગીરી કોન્ટ્રાકટરોના ખર્ચે અને જોખમે કરવાની પણ તાકિદ કરતી નોટિસ આપવામાં આવી છે.

શહેરના એરપોર્ટ સર્કલ થી હરણી તરફ જવાના માર્ગ પર પુરાણમાં બેદરકારી રખાતાં સોમવારના રોજ મોડી રાત્રે ભૂવો પડ્યો હતો.

શહેરના ગોરવા રોડ પર બીઆઇડીસી ત્રણ રસ્તા પર વરસાદના કારણે ગાબડા પડી જતાં રસ્તા પર આડસ મૂકવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...