તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ધો 10 ની પરીક્ષામાં નાપાસ 2 છાત્રો પુનઃ ચકાસણીમાં પાસ

ધો-10 ની પરીક્ષામાં નાપાસ 2 છાત્રો પુનઃ ચકાસણીમાં પાસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

બોર્ડની પરીક્ષા બાદ પોતાના ગુણથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓએ પુનઃ ચકાસણી માટે અરજી કરી હતી. વડોદરા શહેરમાંથી પુનઃ ચકાસણીની અરજી કરનાર 17 વિદ્યાર્થીઓ પૈકી એક અથવા તો બે વિષયમાં ફેઈલ થનાર 2 વિદ્યાર્થીઓ પુનઃ ચકાસણી બાદ પાસ થયા છે. જ્યારે એક વિદ્યાર્થી પુનઃ ચકાસણીને કારણે જુલાઈમાં યોજાનાર પુનઃ પરીક્ષામાં બેસી શકશે.

વડોદરા શહેરમાંથી 38931 વિદ્યાર્થીઓએ માર્ચ 2018માં લેવાયેલી ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપી હતી. જે પૈકી 25693 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જ્યારે ફેઈલ થયેલા 13238 વિદ્યાર્થીઓ પૈકી માત્ર 17 વિદ્યાર્થીઓએ પુનઃ ચકાસણી માટે અરજી કરી હતી.આ 17 વિદ્યાર્થીઓ પૈકી નાપાસ થયેલ હોય તેવા 2 વિદ્યાર્થીઓ પુનઃ ચકાસણી બાદ પાસ થઇ ગયા હતા. જ્યારે બે કે તેથી વધારે વિષયમાં નાપાસ થનાર એક વિદ્યાર્થી પુનઃ ચકાસણીને કારણે એક વિષયમાં પાસ થઇ જતા તે આગામી જૂન મહિનામાં યોજાનાર પૂરક પરીક્ષામાં બેસી શકશે. આ સાથે 14 વિદ્યાર્થીઓ એવા છે કે પુનઃ ચકાસણી બાદ તેમના ગૂણમાં ફેરફાર થયો છે, પરંતુ તેમના પરિણામ પર તેની કોઈ અસર થઇ નથી. જ્યારે એક વિદ્યાર્થી એવો હતો કે જેને ચાર કે તેથી વધારે વિષયમાં નાપાસ હોવાથી પુનઃ ચકાસણી બાદ પણ તે પૂરક પરીક્ષામાં બેસવા માટે લાયક ઠર્યો નથી.

અન્ય સમાચારો પણ છે...