તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કોમર્સમાં વર્કબુક માટે 1 સપ્તાહ રાહ જોવી પડશે

કોમર્સમાં વર્કબુક માટે 1 સપ્તાહ રાહ જોવી પડશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મ.સ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં નવા સત્રથી વિદ્યાર્થીઓને વર્કબુક આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ નિયત સમયે જર્નલ પ્રિન્ટ થઇને ન આવતા વિદ્યાર્થીઓએ વર્કબુક માટે વધુ એક અઠવાડિયા જેટલો સમય રાહ જોવી પડશે.

વિદ્યાર્થીઓને એકાઉન્ટસના વિષયની સાથે એકાઉન્ટની પ્રેક્ટિકલ માહિતી મ‌ળે તે માટે યુનિ. દ્વારા વર્કબુક જર્નલ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.જેમાં બેંક સહિતના અન્ય રોજબરોજમાં ઉપયોગી થઇ શકે તે પ્રકારના વ્યવહારો અંગે જાણકારી સરળ ભાષામાં સમજાવવામાં આવી છે. અગાઉથી જાહેર કરવામાં આવેઆ પ્રોગ્રામ મુજબ વિદ્યાર્થીઓને 25 જુનના રોજ પ્રેક્ટિકલ વર્ક બુક ‌આપવામાં આવવાની હતી. પરંતુ 4,500 જેટલી વર્કબુક સમયસર પ્રિન્ટ ન થવાને કારણે પ્રોગ્રામ પાછળ ઠેલવામાં આવ્યો છે.

સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર હાલ યુનિ.પ્રેસમાં વર્કબુક પ્રિન્ટિંગનું કામ ચાલી રહ્યું છે. તમામ વિદ્યાર્થીઓ માટેની વર્કબુક પ્રિન્ટ થયા બાદ જ તેનું વિતરણ કરવામાં આવશે. આગામી 30 જૂનના રોજ વર્કબુક વિતરણ અંગેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...