તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વૃધ્ધનું ગળંુ દબાવી કાર લૂંટી લેનારા હજુ ફરાર

વૃધ્ધનું ગળંુ દબાવી કાર લૂંટી લેનારા હજુ ફરાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવલખી કમ્પાઉન્ડમાં આવેલા પીપળેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરી બેન્ચ પર બેઠેલા વૃદ્ધનું ગળુ પકડીને મોબાઇલ તથા કારની ચાવી કાઢી લીધા બાદ 3 શખ્સ આઇ-20 કાર લઇને ફરાર થઇ ગયા હતા. રાવપુરા પોલીસે સીસી ટીવી ફુટેજ ચેક કર્યા હતા પણ હજું સુધી લૂંટારુઓની ભાળ મળી શકી નથી.

ગત શનિવારે વહેલી સવારે 4-30 વાગે શહેરના દાંડિયાબજાર સ્થિત પ્રતાપરોડ પર રહેતા પ્રદિપભાઇ યશેષચંદ્ર કદમ (ઉ.65) નિત્યક્રમ મુજબ મોર્નિંગ વોક કરવા નિકળ્યા હતા. તેમણે પોતાની આઇ-20 કાર દાંડિયા બજાર શનિદેવ મંદિર પાસે પાર્ક કરી હતી.વૃદ્ધ મોર્નિંગ વોક કરી સવા પાંચે નવલખી મેદાનમાં આવેલા પીપળેશ્વર મહાદેવના મંદિરે આવ્યા હતા.ત્યારે આવેલા 3 શખ્સો પૈકી એકે પાછળથી આવી વૃદ્ધનું જોરથી ગળું દબાવ્યુ હતું. વૃદ્ધે પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો પણ એક શખ્સે તેમના પગ પકડી લીધા હતા અને ત્રીજાએ વૃદ્ધના ખિસ્સામાંથી ફોન અને કારની ચાવી લઇ લીધી હતી અને કાર ચાલુ કરી ભાગી ગયા હતા

અન્ય સમાચારો પણ છે...