તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કોન્ટ્રાક્ટરના આત્મહત્યા કેસમાં હિતેશના આગોતરા

કોન્ટ્રાક્ટરના આત્મહત્યા કેસમાં હિતેશના આગોતરા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોન્ટ્રાક્ટર આત્મહત્યા કેસમાં સંડોવાયેલા એક્વાફીલ પોલીમર્સના હિતેશ શાહે આગોતરા જામીન અરજી દાખલ કરતાં તેની વધુ સુનાવણી અદાલતમાં હાથ ધરાશે.

બનાવ અંગે પ્રાપ્ત થયેલી વિગતો અને માહિતી અનુસાર શહેરના લક્ષ્મીપુરા રોડ શિવાલય બંગ્લોઝમાં રહેતા હિનાબહેનના પતિ અલ્પેશ ઠક્કર 11 વર્ષથી બાંધકામ કોન્ટ્રાક્ટનું કામ કરતા હતાં. તેમને 9 બિલ્ડરો પાસેથી કામના રૂા. 6.15 કરોડ લેવાના હતા. બિલ્ડરો પાસે બાકીના રૂપિયા માગતા વાયદાઓ કરતા હતાં. બીજી તરફ તેમની પાસે ઉઘરાણીઓ થતી હોય કંટાળીને તેમણે આત્મહત્યા કરી લીધી હતી.આત્મહત્યા કરતાં પહેલા અલ્પેશ ઠક્કરે અલવિદા નામનું વોટ્સએપ ગ્રૂપ બનાવ્યું હતું. જેમાં જે લોકો પાસેથી તેને પૈસા લેવાના નિકળતાં હતા તેમને પણ શામેલ કર્યા હતા. વોટ્સએપ ગૃપમાં કોન્ટ્રાક્ટરે ઉઘરાણીના નાણાં મળતાં ન હોય કંટાળીને તે આત્મહત્યા કરી રહ્યાં હોવાનું જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે, આ કેસમાં પોલીસે વડોદરાના 6, અમદાવાદના 2 અને મુંબઇના એક સહિત 9 બિલ્ડરો અને વ્યાજખોર સહિત 12 સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. આ કેસમાં એક્વાફીલ પોલીમર્સના માલિક હિતેશ શાહનું નામ પણ ફરિયાદમાં હોય તેમણે અત્રેની અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...