તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વોર્ડ 11ની પેટા ચૂંટણી મુલતવી રાખવા માંગ

વોર્ડ 11ની પેટા ચૂંટણી મુલતવી રાખવા માંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાનગર પાલિકાની તા.8 જુલાઇના રોજ યોજાનારી વોર્ડ નંબર 11ની પેટા ચૂંટણી વરસાદના કારણે રદ કરવાની માંગણી ભાજપના એક જૂથે કરી છે અને તેના માટે તા.28,જૂનના રોજ ચૂંટણી કમિશનર પાસે રજૂઆત કરવાનો પણ તખ્તો ઘડાયો છે.

વડોદરા મહાનગર પાલિકાની ઇલેકશન વોર્ડ નંબર 11ની એક બેઠક માટે તા.8 જુલાઇના રોજ પેટા ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં ભાજપના અને કોંગ્રેસના મહિલા ઉમેદવાર વચ્ચે સીધો જંગ છે. પરંતુ, ભાજપમાં મેન્ડેટ મેળવનાર શકુંતલા સોલંકી સામે ભાજપના એક જ જૂથે અસંતોષ વ્યકત કર્યો છે અને તેના કારણે પ્રચારમાં પણ પૂર્વ વિસ્તારના મહિલા આગેવાનોને મેદાનમાં ઉતારવા પડયા છે. આ સંજોગોમાં, ભાજપના સક્રિય કાર્યકર અરવિંદ સિંધાએ જણાવ્યું હતું કે, મહાનગર પાલિકાના વોર્ડ નંબર 11ની પેટા ચૂંટણી વરસાદના કારણે ત્રણ મહિના મોડી કરવાની જરૂર છે અને ભારે વરસાદની આગાહી છે. જેથી નારાજગીથી મતદારો અોછુ મતદાન કરશે અને તેનાથી વિરોધ પક્ષને ફાયદો થશે તેવી લાગણી ભાજપના હોદ્દેદારો સુધી પહોંચાડી છે.

જેથી, તા.28ના રોજ સવારે 7.30 વાગે દિવાળીપુરા બાગની સામે આવેલા હનુમાનજી મંદિર પાસેથી બસ ઉપાડી ચૂંટણી કમિશનરની કચેરીમાં રજૂઆત કરવા માટે કાર્યકરોને પહેલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...