તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માંજલપુરમાં દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

માંજલપુરમાં દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના માંજલપુર જયુપીટર ચાર રસ્તા પાસેના ઝુંપડામાંથી પોલીસે એક શખ્સને દારુના જથ્થા સાથે ઝડપી લીધો હતો. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે જયુપીટર ચાર રસ્તા પાસેના ઝુંપડામાં રહેતો પ્રતાપ તેરસીંગ પરમાર દારુનો જથ્થો મંગાવીને વેચી રહ્યો છે, જેથી પોલીસે ઝુંપડામાં તલાશી લેતાં દારુની 190 બોટલ (કિંમત 19 હજાર) મળી આવી હતી. પોલીસે દારુની બોટલો તથા મોબાઇલ ફોન સાથે પ્રતાપની ધરપકડ કરી હતી. તે દારુ કયાંથી લાવતો હતો, તે સહિત વિવિધ મુદ્દાની તપાસ માટે પ્રતાપને માંજલપુર પોલીસને હવાલે કરાયો હતો પોલીસે આ સંબંધે વધુ તપાસ હાથ ધરી આરોપીની પુછપરછ શરુ કરી હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...