તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • એકતાનગરમાં જુગારધામ પર દરોડો : 6 જુગારી જબ્બે

એકતાનગરમાં જુગારધામ પર દરોડો : 6 જુગારી જબ્બે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના આજવારોડ એકતાનગરમાં મહિલાના જુગારધામ પર પોલીસે દરોડો પાડી 6 જુગારીઓને ઝડપી પાડ્યા હતાં. પોલીસે રુા. 2200 કબજે કરી મહિલાને મંગળવારે પોલીસ સ્ટેશનમાં હાજર થવા જણાવાયું હતું.

શહેરના આજવા રોડ એકતાનગરના બાવામાન જૂથ જૂની મસ્જિદ પાછળ રહેતી ઝરીનાબાનુ ઐયુબખાન કુરેશી પાનાપત્તાનો જુગાર રમાડતી હોવાની બાતમી મળતાં બાપોદ પોલીસે સોમવારે રાત્રે દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી 6 જુગારીઓને ઝડપી પાડ્યા હતાં. પોલીસે એકતાનગરનો આઝમ ઉર્ફે અબ્દુલ મજિદ શેખ, બાવામાનજૂથનો સરફરાજ અબ્દુલકરીમ વોરા, શરીફખાન અલીખાન પઠાણ,જૂની મસ્જિદ પાસનો આરીફ સાબીરહુસેન શેખ, મદીના મસ્જિદ પાછળ રહેતો ઇસ્માઇલ ઇબ્રાહીમ ચૌહાણ અને રફીકશા જુમ્માશા દીવાનની ધરપકડ કરી હતી. જુગારીઓ પાસેથી રૂા. 2200 મળી આવતા તેને જપ્ત કર્યા હતાં. જુગારધામની સૂત્રધાર ઝરીનાબાનુ કુરેશીને બીજા દિવસે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા જણાવી વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે બીજા બનાવમાં શહેર નજીક મીની નદીના કોતરોમાં ઝાડીઓ વચ્ચે છુપાઇને જુગાર રમી રહેલાં સાંકદરાના ચાર શખ્સને પોલીસે ઝડપી લીધા હતા. નંદેસરી પોલીસને બાતમી મળી હતી કે મીની નદીના કોતરોમાં દિવસના સમયે ખુલ્લેઆમ જુગાર રમાય છે, જેથી પોલીસે રવિવારે દરોડો પાડયો હતો. પોલીસને જોઇને જુગાર રમી રહેલાં ચાર શખ્સે ભાગવાનો પ્રયાસ કર્યો હતો પણ પોલીસે તમામને પકડી લીધા હતા. પોલીસે ગણપત કાનજી પઢીયાર,વનરાજ બાબર પઢીયાર,જગદીશ ઇશ્વર પઢીયાર તથા સંજય ભૂપતસિંહ ચાવડા (તમામ રહે, સાંકરદા)ને ઝડપી લઇ રોકડ અને મોબાઇલ મળીને 9940 રુપીયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...