તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વાણિજ્ય ભવનમાં એન્ટરપ્રેનીયોર ડેવલપમેન્ટનો ડિગ્રી કોર્સ શરૂ કરાશે

વાણિજ્ય ભવનમાં એન્ટરપ્રેનીયોર ડેવલપમેન્ટનો ડિગ્રી કોર્સ શરૂ કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (મધ્ય ગુજરાત વ્યાપાર ઉધોગ મંડળ)એ પોતાની સ્થાપના નાં પાંચ દાયકા ઉપરાંત સમય પુરો કર્યો છે. આ સમય દરમિયાન મંડળના આશરે 1500 વેપારીઓ તેમજ ઉત્પાદકો પોતાના વ્યાપારને કેવી રીતે સ્થાપવો અને ઉચ્ચકક્ષાએ પહોચાડવો એ અંગેનું માર્ગદર્શન પુરૂ પાડે છે. આજની યુવાન પેઢીમાં ઉદ્યોગ સાહસિક પ્રત્યેનો અભિગમ જાગે અને વિકાસ પામે તે હેતુથી સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝે સીજીસીસીઆઈ એન્ટરપ્રેનીયોર ડેવલપમેન્ટ ઈન્સ્ટીટ્યુટ સ્થાપી છે. રેસકોર્સ વાણીજ્ય ભવન ખાતે આવેલ આ ઈન્સ્ટીટ્યુટમાં ઓગષ્ટ 2018 થી અેન્ટરપ્રેનીયોર ડેવલપમેન્ટનો 1 વર્ષનો ડિગ્રી સર્ટીફિકેટ કોર્સ શરૂ થનાર છે. વધુ માહિતી માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ઓફિસ ખાતે સંપર્ક કરાવો.

અન્ય સમાચારો પણ છે...