તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આર્ટ્સ ફેકલ્ટીમાં પ્રથમ રાઉન્ડમાં 1600ને પ્રવેશ

આર્ટ્સ ફેકલ્ટીમાં પ્રથમ રાઉન્ડમાં 1600ને પ્રવેશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફેકલ્ટી ઓફ આર્ટસમાં ટકાવારી પ્રમાણે પાંચ દિવસ સુધી પ્રથમ રાઉન્ડની એડમિશન પ્રક્રિયા ચલી હતી.જેમાં 1,600 જેટલા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા હતા. જુલાઇ માસમાં એડમિશન માટેનો બીજો રાઉન્ડ અંગેનો પ્રોગ્રામ જાહેર કરવામાં આવશે.

આર્ટસમાં એડમિશન પ્રક્રિયા માટે ટકાવારી પ્રમાણે વિદ્યાર્થીઓને એડમિશન માટે બોલાવવામાં હતા.શૈક્ષણિક સત્ર-2018-19 માટે બેચલર્સના કોર્સ માટે એડમિશન પ્રક્રિયા પાંચ દિવસ ચાલી હતી.જેમાં કુલ 1,600 જેટલા વિદ્યાર્થીઓએ એડમિશન લીધું હતું.ફેકલ્ટી ઓફ આર્ટસના તમામ ડિપાર્ટમેન્ટમાં પ્રથમ વખત મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવ્યો હતો. ડિપાર્ટમેન્ટ દ્વારા ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા પુરી કરી દિધા બાદ ડિપાર્ટમેન્ટ દ્વારા મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું.સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર અત્યાર સુધી ફોરેનથી અહિંયા ભણવા આવનાર એક પણ વિદ્યાર્થીઓ એડમિશન લીધું નથી.

અન્ય સમાચારો પણ છે...