તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara રવિ સોલંકી હત્યા કેસમાં ઉમેશ ઉર્ફે ટેબાની ધરપકડ

રવિ સોલંકી હત્યા કેસમાં ઉમેશ ઉર્ફે ટેબાની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંગલેશ્વર ઝાંપાના યુવકની હત્યામાં પોલીસના હાથે ઝડપાયેલા ઉમેશ ઉર્ફે ટેબે હત્યા બાદ ફરાર થયેલા કુણાલ સોલંકીને બાઇક પર બાલા હનુમાન મંદિર સુધી મૂકી ગયો હતો. પોલીસે ઉમેશને ઝડપી અદાલતમાં રજૂ કરી વધુ તપાસ માટે 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

ગત રવિવારે મંગલેશ્વર ઝાંપાના રવિ પ્રદીપ સોલંકીની પ્રેમ પ્રકરણમાં વિસ્તારના જ કુણાલ સોલંકી, કૌશિક સોલંકી સહિત ત્રિપુટીએ તલવારના ઘા ઝીંકી હત્યા કરી હતી. પોલીસે હત્યામાં કૌશિક અને કૃણાલની ધરપકડ કર્યા બાદ વધુ એક આરોપી ઉર્ફે ટેબો ભરત સોલંકીને બુધવારે પકડી લઇ ગુરુવારે અદાલતમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. હત્યાના પ્લાનમાં સામેલ ઉમેશ હત્યા બાદ કૃણાલને વારસિયાના બાલા હનુમાન મંદિર પાસે બાઇક પર મૂકવા પણ ગયો હતો. પોલીસે ઉમેશની બાઇકની શોધખોળ કરવા ઉપરાંત આ બનાવમાં અન્ય કોઇ આરોપીની પણ સંડોવણી છે કે કેમ તેની તપાસ શરૂ કરી હતી. પોલીસે મુખ્ય આરોપી કુણાલ સોલંકીને સાથે રાખીને ક્રોસ ઇન્ટરોગેશન કરવાની પણ તજવીજ હાથ ધરી હતી.

પોલીસે અદાલતમાં રજૂ કરેલી રિમાન્ડ અરજીમાં જણાવ્યું હતું કે ઉમેશની પ્રત્યક્ષ હાજરીથી પોલીસને સમગ્ર બનાવમાં વધુ માહિતી મળી શકે છે.અન્ય સમાચારો પણ છે...