તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara માય એપલ સ્કૂલમાં એડ મેડ શો સ્પર્ધા યોજાઇ

માય એપલ સ્કૂલમાં એડ-મેડ શો સ્પર્ધા યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માય એપલ સ્કૂલમાં એડ-મેડ શો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કે.જી.વિભાગના ભૂલકાંઓ પોતાની અભિવ્યક્તિ રજૂ કરી હતી.

નિ:શુલ્ક રોગ નિદાન કેમ્પ યોજાયો
આંતરરાષ્ટ્રીય વયોવૃધ્ધ દિવસ નિમિત્તે જિલ્લા એન.સી.ડી.એલ જમનાબાઇ હોસ્પિટલ દ્વારા પ્રેમદાસ જલારામ વૃધ્ધાશ્રમ ખાતે નિ:શુલ્ક રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

એક ખ્વાઇશ દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઇ
ગાંધી જયંતી નિમિત્તે એક ખ્વાઇશ દ્વારા પ્રોજેક્ટ મિશન अभ्यासહેઠળ યોજવામાં આવેલ ચિત્ર સ્પર્ધામાં બાળકો અને વાલીઓ તેમજ વડોદરા શહેરના નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

ગાંધી જયંતીએ વેશભૂષા કાર્યક્રમ
પોદ્દાર જમ્બો કિડ્સ શેરખી વિવિધ પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે તમારા બાળકને બાપુ વિશે વધુ જાણવામાં મદદ કરે છે, અને રાષ્ટ્રના પિતા, મહાત્મા ગાંધીને તેમનું માન આપે છે.

મહિલા પરિષદ દ્વારા ગરબા યોજાશે
અખિલ હિંદ મહિલા પરિષદ વડોદરા શાખામાં તા.11 ઓકટોમ્બરના રોજ નવરાત્રી નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ગરબાના પાસ તા.5 ઓકટોમ્બરના રોજ બપોરે 3.00 થી 5.00 કલાક દરમિયાન સંસ્થાનાં મકાનમાંથી મેળવી લેવા જણાવાયું છે.

વાઈલ્ડ લાઈફ વીકની ઉજવણી કરાઇ


વાઈલ્ડ લાઈફ વીકની ઉજવણીના ભાગરૂપે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર દેવાંશી ગાંધી દ્વારા જેનિથ સ્કૂલ ખાતે ફોટોગ્રાફી એક્ઝિબિશન રાખવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને તે વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

સિ.સિ.એસો. દ્વારા ગમ્મત-ગુલાલ યોજાશે
સિનિયર સિટીઝન્સ એસોસીએશન હરણી રોડ, કારેલીબાગ કેન્દ્રના સદસ્યો દ્વારા પ્રસ્તુત શેર-શાયરી ગઝલ, મિમીક્રી અને જોક્સ જેવા વિવિધ કાર્યક્રમો તા.5 ઓકટોમ્બરને શુક્રવારના રોજ સાંજે 5.30 કલાકે સિનિયર સિટીઝન્સ એસોસીએશન સભાખંડમાં રાખવામાં આવેલ છે.

સોલાર એનર્જી અંગે માર્ગદર્શન અપાશે
સિનિયર સિટિઝન લાલબહાદુર શાસ્ત્રી રોડ એસોસીએશન ના ઉપક્રમે સંસ્થાના સભ્યોના લાભાર્થે પારૂલ ઇન્સ્ટીટ્યુટના પ્રોફેસર પ્રકાશ અે.શાહ અને મિનલ એચ.મોદી વીજબીલમાં ‘રૂફટોપ સોલાર એનર્જી’ દ્વારા વિજબીલમાં રાહત અંગે માર્ગદર્શન આપશે, જેમાં સભ્યોએ વીજબીલ સાથે આવવું, તા.5 ઓકટોમ્બરને શુક્રવારના રોજ સાંજે 5.30 કલાકે વડીલ વિસામો, વાઘોડિયા રોડ ખાતે પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર દ્વારા ગાંધી જયંતીની ઉજવણી
ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ શ્રમ અને રોજગાર વિભાગ રાજ્યના ઉપક્રમે શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર મકરપુરા ખાતે ગાંધી જયંતીની ઉજવણી કરાઇ હતી.

મકરપુરામાં શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
મકરપુરા GIDC કોલોની સામે આવેલી શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં ધો.3 થી 12ના વિદ્યાર્થીઓ દ્વારા ત્રીજા ગણિત-વિજ્ઞાન પ્રદર્શનની તા.1 ઓકટોમ્બરના રોજ આયોજન કરાયું હતું. જેમાં ગણિત વિભાગમાં વૈદિક પધ્ધતિથી િવવિધ ગુણાકાર ભાગાકારનો સરળ રીતે ઉકેલ જેવા મોડલ્સ રજૂ કરાયા હતા અને વિજ્ઞાન ટેકનો વિભાગમાં પ્રદૂષણ અટકાવવાના ઉપાયો ATM મશીન સ્માર્ટ સીટી જેવો પ્રોજેક્ટ રજૂ કરાયો હતો. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. છેલ્લે JCI બરોડા મેટ્રોપોર્લિટન સંસ્થાના રોશનીબેન તેમજ સભ્યો, શાળાના જીવણભાઇ પટેલ અને ડી.એમ.પટેલ તથા શાળા પરિવાર દ્વારા પ્રથમ, દ્વિતીય, તૃતિય વિજેતા મેળવનાર ગ્રૂપને ઇનામ વિતરણ કરાયું હતું.

શ્રી વેંકટેશ બાલાજી મંદિર ખાતે ગીતા પાઠ અને ચિકિત્સા કેમ્પ
શ્રી વેંકટેશ બાલાજી મંદિર ખાતે તા.5 ઓકટોમ્બરને શુક્રવારના રોજ સવારે 8.00 થી 10.30 કલાકે ગીતા પાઠ, સવારે 8.30 થી 12.00 કલાકે આરોગ્ય ચિકિત્સા કેમ્પ શ્રી વેંકટેશ બાલાજી મંદિર, જ્યુબિલી બાગ સામે, વડોદરા ખાતે શ્રીમદ્ ભગવદ્ ગીતા સંપૂર્ણ પાઠ અને રાહત દરે આરોગ્ય ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આશુતોષ નગર હાઉસિંગ સોસાયટીના નવા હોદ્દેદારો નિમાયા
વાકળ નિદાન કેન્દ્ર ખાતે સફાઇ અભિયાન યોજાયું
વાકળ નિદાન કેન્દ્ર સયાજીગંજ ખાતે ઓરીએન્ટલ બેંક ઓફ કોમર્સના ડી.જી.એમ અને કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઇ કરાઇ હતી.

રાષ્ટ્રીય શ્રમિક શિક્ષા-વિકાસ બોર્ડના અધ્યક્ષ તરીકે નિમણૂક
ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય અંતર્ગત ચાલતા દત્તોપંત ઠેંગડો રાષ્ટ્રીય શ્રમિક શિક્ષા અને વિકાસ બોર્ડના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે એચ.જે.પંડ્યાની ભારત સરકાર દ્વારા નિમણૂક થતા વડોદરા તેમજ ગુજરાત રાજ્યનું ગૌરવ વધારેલ છે.

આશુતોષ નગર હાઉસિંગ સોસાયટી, કારેલીબાગની તાજેતરમાં મળેલ સામાન્ય સભામાં નવા હોદ્દેદારો નિમાયા હતા. જેમાં પ્રમુખ તરીકે શાંતિલાલ પટેલ, મંત્રી બી.એફ.રાઠોડ, ખજાનચી અરૂણભાઈ શાહ સહિતના હોદ્દેદારોની વરણી કરાઇ હતી.

વારસિયામાં ભજન સત્સંગનો કાર્યક્રમ
પ્રેમદાસ જલારામ હોસ્પિટલ વારસિયા ખાતે તા.5 ઓકટોમ્બરને શુક્રવારના રોજ સવારે 11.00 કલાકે પૂ.દાદા લીલારામની 98 મી જન્મ જયંતિ નિમિત્તે ભજન સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં પ્રેમદાસ હોસ્પિટલના ડોકટર્સ તથા સ્ટાફના તમામ સભ્યો હાજર રહેશે.

વાઘોડિયા રોડ ખાતે મિટિંગનું આયોજન
તા.6 ઓકટોમ્બરને શનિવારના રોજ સાંજે 7.30 કલાકે રામેશ્વર મંદિર, જનતા આઇસ્ક્રીમ પાસે, પરિવાર ચાર રસ્તા, વાઘોડિયા રોડ ખાતે શ્રીમદ્ ભાગવત કથાનાં સંદર્ભમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.

દાંતનાં ચોકઠાં બનાવવાનો કેમ્પ
રંગ અવધૂત ડેન્ટલ ક્લિનીક દ્વારા તા.5 ઓકટોમ્બરને શુક્રવારના રોજ સવારે 10. થી 1 કલાક દરમિયાન એફ-17, મધુવન કોમ્પલેક્સ, મિત વીલા સામે, કોયલી રોડ, વડોદરા ખાતે રાહત દરે દાંતનાં ચોકઠાં બનાવવાનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ગાંધી જયંતી નિમિત્તે રેલવે સ્ટેશન ખાતે છોડનું વિતરણ
રેલવે પેસેન્જર અેસોસિએશન દ્વારા ગાંધી જયંતી નિમિતે રેલ્વે સ્ટેશન ખાતે સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે ફૂલ છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અંધજનોના વિવિધ પ્રશ્નો મુદ્દે આજે કલેકક્ટર કચેરી ખાતે ધરણા યોજાશે
નિ:સહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા દિવ્યાંગોના વિવિધ પ્રશ્નો મુદ્દે તા.5,ઓક્ટોબરે સાંજે 4.00 કલાકે કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજાશે. આ અંગે પ્રજ્ઞાચક્ષુ કાર્યકર ડો.સલીમ વોરાએ જણાવ્યું હતું કે શહેર અને જિલ્લામાં દિવ્યાંગોની લગભગ 500 ઉપર સંખ્યા છે. દિવ્યાંગ,અંધજનોને બેરોજગારી ભથ્થુ,રોજગાર માટે લોન સહિતના અનેક પ્રશ્નો મુદ્દે આજે કલેક્ટર કચેરી ખાતે ધરણા કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કેટલાક પ્રજ્ઞાચક્ષુ�” તો ડીગ્રી પણ ધરાવ છે પરંતુ તેમને નોકરી આપવામાં આવતી નથી. પરિણામ સ્વરૂપે લોકોની દયા અને રહમ નજર પર જીવન ગુજારવુ પડે છે.

કારેલીબાગમાં રક્તદાન શિબિરનું આયોજન


અનંતશ્રી વિભૂષિત જગદગુરુ રામાનંદાચાર્ય શ્રી સ્વામિ નારેન્દ્રાચાર્યજી મહારાજ (શ્રીક્ષેત્ર નાનીજધામ, રત્નાગીરી, મહારાષ્ટ્ર)ના પવિત્ર જન્મોત્સવ નિમિત્તે ભારતમાં 370 જગ્યાએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

તમારા સમાજ - સંસ્થા, ધર્મ કે તમારી અાસપાસ બનતી નાની - મોટી ઉજવણીઅોને અા પાના પર સમાવવા માટે નીચે અાપેલ ઈ-મેઈલ અાઈડી પર ફોટો સાથે વિગત મોકલી અાપો

dbpressnote.vadodara@gmail.com

અથવા નીચેના સરનામે મોકલી અાપોે િદવ્ય ભાસ્કર | એ-49, આર્યન એવન્યુ રણછોડપાર્ક સોસાયટી, કારેલીબાગ, વડોદરા
અન્ય સમાચારો પણ છે...