તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara મોદી મહાસત્તા માટે PM, ઇંધણના ભાવો માટે નહીં

મોદી મહાસત્તા માટે PM, ઇંધણના ભાવો માટે નહીં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સયાજીપુરા એપીએમસી માર્કેટ ખાતે 4 ઓક્ટોબર,ગુરુવારના રોજ મધ્ય ગુજરાત કિસાન મોરચાની વિસ્તારક યોજનાની બેઠક મળી હતી. આ બેઠકમાં કિસાન મોરચાના પ્રદેશ હોદ્દેદારો,રાષ્ટ્રીય હોદ્દેદારો અને સદસ્યો હાજર રહ્યાં હતાં.

આ બેઠકમાં હાજર રહેલા ભાજપ પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટે કિસાન મોરચના આગેવાનોને સંબોધતાં જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિકે નરેન્દ્ર મોદીનું નેતૃત્વ જોઈને તેમને સત્તા આપી છે, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ જેવાં નાનાં-મોટાં કામ માટે સત્તા પર નથી બેસાડ્યા. નરેન્દ્ર મોદી દેશને, ભારતને મહાસત્તા બનાવવા પ્રધાનમંત્રી પદે બિરાજ્યા છે.

એપીએમસીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં ખેડૂતો પર થયેલા લાઠીચાર્જ અંગે ખેડૂતો અને કિસાન મોરચના સદસ્યો વચ્ચે શું ચર્ચા થઈ અને ખેડૂતોને પક્ષની વિચારધારામાં કેવી રીતે વાળવા તે અંગે કિસાન મોરચાની વિસ્તારક યોજનાની બેઠકમાં ચર્ચા થઈ હતી. કિસાન મોરચાની બેઠકમાં ખેડૂતોના પ્રશ્નો સિવાય આગામી ચૂચુંટણીમાં તેમની નારાજગી દૂર કરીને તેમને ફરીથી પક્ષ સાથે જોડી શકાય તે અંગેના પ્રયત્નો અંગે પણ ચર્ચા થઈ હતી.

આ ચર્ચા બાદ ભાજપ પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં પરાજય થાય,અને તેમને અટકાવી શકાય તે માટે વિરોધ પક્ષ અને મીડિયા ભેગા થઈને પ્રયત્નો કરતા હતા. આજે પણ દેશમાં સ્થિતિ આ પ્રકારની જ છે. કોંગ્રેસ સિવાય અન્ય પક્ષો ભેગા થઈ નરેન્દ્ર મોદીનો પરાજય થાય તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. દેશના સામાન્ય નાગરિકે નેતૃત્વ જોઈને સત્તામાં બેસાડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...