તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara ચાણસદ ગામના 4 હજાર લોકોએ પૂજ્ય પ્રમુખસ્વામીનું શ્રાદ્ધ ઉજવ્યું

ચાણસદ ગામના 4 હજાર લોકોએ પૂજ્ય પ્રમુખસ્વામીનું શ્રાદ્ધ ઉજવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાદરવા વદ દશમ એટલે પ્રમુખસ્વામી મહારાજનો ‘સ્મૃતિ દિન’. ચાણસદ ગામના 4 હજાર લોકોએ પ્રમુખ સ્વામી મહારાજના સ્મૃતિ દિનના રોજ શ્રાદ્ધની ઉજવણી કરી મહાપ્રસાદ લીધો હતો.ચાણસદ ગામના હિન્દુ-મુસ્લિમ,ઊંચ-નીચ,અાબાલ-વૃદ્ધ તમામે સંપ,સુહૃદયભાવ અને એકતા દાખવીને પ્રમુખ સ્વામી મહારાજના સ્મૃતિ દિને તેઓને ભવ્ય અંજલિ અર્પી શ્રાદ્ધ ઉજવ્યું હતું.

ચાણસદ ગામના ઉપ સરપંચ નરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું. વડોદરા શહેરની નૈઋત્ય દિશામાં બાર કિલોમીટરના અંતરે આ‌વેલા ચાણસદ ગામે સમગ્ર વિશ્વમાં ‘બહુજન હિતાય,બહુજન સુખાય’ ની ઉક્તિને ચરિતાર્થ કર્યું છે. ચાણસદ ગામમાં વિશ્વવંદનીય સંત પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજનું પ્રાગટ્ય સ્થાન છે. ચાણસદ ગામના શાંતિલાલ એટલે પ્રમુખસ્વામી મહારાજ, ગામમાં બે ભાઈઓ વચ્ચેની ગેરસમજ હોય કે બે ગામ વચ્ચેનું ધિંગાણું હોય, તમામનાં નિરાકરણો માટે પ્રમુખસ્વામી મહારાજે કોઈ સમય જોયો નથી કે નથી જોઈ ઋતુ. તેમને મન કેવળ પરસ્પર સદ્ભાવ સહુથી અગત્યનો રહ્યો છે.

આ જ કારણે તેમણે ગાંધીનગર ખાતેના અક્ષરધામ પરના આતંકવાદી હુમલામાં શાંતિની અપીલ કરીને સમગ્ર રાજ્યમાં સદ્ભાવ અને એકતાની અલગ મિશાલ બનાવી હતી.

ઉલ્લેખનીય છે કે,ચાણસદ ગામને પ્રમુખસ્વામી મહારાજના ધામ તરીકે વિકસાવવા માટે ટૂંક સમય પહેલાં જ સરકાર દ્વારા રૂ.10 કરોડ ફાળવવામાં આવ્યા છે.

બીએપીએસ સ્વામીનારાયણ સંપ્રદાયના પૂજ્ય પ્રમુખ સ્વામીના શ્રાદ્ધ નિમિત્તે ચાણસદ ખાતે 4000 હજાર જેટલા ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...