તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara વાઘોડિયામાં બે મકાનમાંથી રૂપિયા 1.95 લાખની ચોરી

વાઘોડિયામાં બે મકાનમાંથી રૂપિયા 1.95 લાખની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાઘોડિયાના પવલેપુર ગામનાં બે મકાનમાંથી 1.95 લાખની મતાની ચોરી થઇ હતી. આ ઉપરાંત સરદારબાગ ખાતે આવેલ સુગમ પાર્લર ડેરીમાંથી 3500ની ચોરી થઇ હતી.

વાઘોડિયાના પવલેપુર ગામની શ્યામલ કાઉન્ટીના મકાનમાં રહેતા ચેતન જયંતી વણકરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, બુધવારે રાત્રે અઢી વાગ્યે ઉપરના માળની ગેલેરીનો દરવાજો ખુલ્લો મૂકી સૂઈ ગયેલ હતા. વહેલી સવારે તેમનાં પત્ની જાગી ગયેલ અને નીચેના રૂમમાં ગયેલ ત્યારે મકાનનો પાછળનો દરવાજો ખુલ્લો જણાયેલ હતો. તેમણે તપાસ કરતાં કબાટમાંથી 1 લાખની કિંમતનાં સોનાના ઘરેણાં, 25 હજારની કિંમતનાં ચાંદીનાં ઘરેણાં અને 2000 રોકડ મળી કુલ 127000ની મતાની ચોરી થઇ હતી.તસ્કરોએ આ જ સોસાયટીમાં રહેતા વિનય કાંતિલાલ ભટ્ટના મકાનના નીચેના રૂમમાં આવેલ લાકડાના કબાટમાંથી 50000ની મતાનાં સોનાનાં ઘરેણાં અને 18000 રોકડ મળી કુલ 68000ની મતાની ચોરી કરી હતી.

આ ઉપરાંત સરદાર બાગ ખાતે આવેલ બરોડા સુગમ પાર્લરના માલિક વિપુલ પરસોતમ બારોટે પોલીસને જણાવ્યું હતું કે, ડ્રોઅરમાંથી સવારના સમયે કોઈએ 3500 રોકડની ચોરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...