તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara જુગાર રમતી બે મહિલા સહિત ત્રણની ધરપકડ

જુગાર રમતી બે મહિલા સહિત ત્રણની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વારસીયા સ્થિત ભજીયાવાળાની બાજૂના મકાનમાં રહેતી મહિલા પોતાના ઘરમાંજ કેટલાક શખ્સોને જૂગાર રમાડી રહીં હોવા અંગેની બાતમી વારસીયા પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા બે મહિલા સહીત ત્રણ લોકોની જુગા રમતા ઝડપી પાડ્યાં હતા.

બનાવ અંગેની પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, શહેરના વારસીયા સ્થિત પારસ ઘંટીની ગલીમાં રહેતા હગેમાબેન ન્યાલચંદ બ્રહ્મખત્રી પોતાના ઘરમાં કેટલાક શખ્સો સાથે જુગા રમાડી રહ્યાં હોવાની બાતમી વારસીયા પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે મકાનમાં દરોડા પાડતા મકાન માલિક હેમાબેન ન્યાલચંદ બ્રહ્મખત્રી, મીરા ન્યાલચંદ બ્રહ્મખત્રી અને અનીલ કીશન બુધવાણી (રહે. શિ‌વધારા એપા.વારસીયા)નાઓને પોલીસ જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યાં હતા. પોલીસે રોકડ અને મોબાઇલ પોન મળી રૂ. 20,515ની બતા કબજે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...