યુવાઓને સફાઇના પાઠ શીખવવા પડશે: યુનિવર્સિટી કોર્સ શરૂ કરશે

DivyaBhaskar News Network

Oct 11, 2018, 04:10 AM IST
Vadodara - યુવાઓને સફાઇના પાઠ શીખવવા પડશે: યુનિવર્સિટી કોર્સ શરૂ કરશે
બે અપશબ્દો બોલી ડીનની ઓફિસને ધક્કો મારવો - સ્ટુડન્ટ લીડરનું કામ એ નથી પરંતુ લીડરશીપએ જવાબદારી વાળું કાર્ય છે. તે દરેક વિદ્યાર્થીએ સમજવું જોઇએ. દરેક સ્ટુડન્ટ લીડરએ પોતાના ક્રીટીઝમને પોઝિટીવલી લેવું જોઇએ. વિદ્યાર્થીઓએ પાર્ટી પોલિટીક્સને કેમ્પસની અંદર આ‌વતા રોકવું જોઇએ. વિદ્યાર્થીઓ ઘણીવાર પાર્ટીના પપેટ બની જતા હોય છે. તેવું થવું જોઇએ નહિ. સારા લીડર કરતા સારા માણસ બનવું વધારે જરૂરી છે. વિદ્યાર્થીઓ કોલેજમાં તો લીડર બની જાય છે પરંતુ બહારની દુનિયામાં પોતાનું પ્રભુત્વ જમાવી શકતા નથી. તેમ જીગર ઇનામદારે ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીડરશીપ અને ગવર્નન્સ દ્વારા આયોજિત સ્ટુડન્ટ લીડરશીપ ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં જણાવ્યું હતું. યુનિવર્સિટી ઇલેક્શનમાં લડેલા તમામ વિદ્યાર્થીઓ માટે યુનિ.દ્વારા પહેલીવાર રાજમાતા શુંભાગિનીરાજે ગાયકવાડના પ્રેરણાથી લીડરશીપ ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્ટુડન્ટ લીડર્સ હાજર રહ્યા હતા.

સ્ટુડન્ટ લીડરશીપ ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં રાજમાતા અને વાઇસ ચાન્સેલર ઉપસ્થિત રહ્યા હતા

એમ.એસ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ ચાર્ટર શરૂ કરવામાં આ‌વશે.

યુનિ.ના સતાધીશો દ્વારા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને સ્વચ્છતા શીખવવા માટે ‘સ્વચ્છતા’ કોર્સ શરૂ કરવાનું પ્રપોઝલ મૂકવામાં આવ્યું છે. ઉપરાંત સ્ટુડન્ટ ચાર્ટર બનાવવામાં આવશે.તેમજ પ્રોબ્લેમ સોલ્યુશન પ્રોગ્રામનું જેમાં દરેક વિદ્યાર્થીનેતાઓ પોતાની ફેકલ્ટી સંબંધિત પ્રશ્નો અને તેના ઉકેલો રજુ કરશે

ઇલેક્શનમાં લડેલા તમામ વિદ્યાર્થીનેતાઓ હાજર રહ્યા

વિદ્યાર્થીનેતાઓ તમામ વ્યસનથી દૂર રહે તે જરૂરી

નેતૃત્વ માટે વાણી કૌશલ્ય અત્યંત જરૂરી છે. ઘણીવાર સ્પીચની સમયે વિદ્યાર્થીનેતાઓ બફાટ કરી દેતા હોય છે. પરંતુ દરેક વ્યક્તિએ બોલતા પહેલા વિચાર કરવો જોઇએ આથી બિનજરૂરી સમસ્યા ઉભી ન થાય. વિદ્યાર્થી નેતાઓ પર વિવિધ જવાબદારી હોય છે આથી તેઓએ વ્યસનથી ખાસ દુર રહેવું જોઇએ.

X
Vadodara - યુવાઓને સફાઇના પાઠ શીખવવા પડશે: યુનિવર્સિટી કોર્સ શરૂ કરશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી