પરંપરા અને વાયકાઓને સાર્થક કરતી પળો કેનવાસમાં કંડારાઇ

Vadodara - પરંપરા અને વાયકાઓને સાર્થક કરતી પળો કેનવાસમાં કંડારાઇ
Vadodara - પરંપરા અને વાયકાઓને સાર્થક કરતી પળો કેનવાસમાં કંડારાઇ
Vadodara - પરંપરા અને વાયકાઓને સાર્થક કરતી પળો કેનવાસમાં કંડારાઇ

DivyaBhaskar News Network

Sep 12, 2018, 04:10 AM IST
ફ્લોલેશ થીમ પર પર મારી 15 વર્ષની સફરના 40 બેસ્ટ પેન્ટિંગને મેં મારા સાતમા સોલો એક્ઝિબિશનમાં પ્રસ્તુત કર્યા છે. સામીપ્ય ગેલેરી ગોત્રી ખાતે આયોજિત આ એક્ઝિબિશનના આર્ટિસ્ટ બ્રિજેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે 2003માં મે પેન્ટિંગ કરવાની શરૂઆત કરી અને 2005માં મારૂ પ્રથમ સોલો એક્ઝિબિશન કર્યું. જેમાં મે 108 પ્રકારના ૐને એક્ઝિબીટ કર્યા હતા. તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી અને હમણાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારા બે પેન્ટિંગને ખરીદ્યા હતા. ૐ મને ઘણી પોઝિટિવ એનર્જી આપે છે અને તેના કારણે જ હું મારા ચિત્રોમાં ૐને વધુ પ્રમાણમાં કંડારૂ છું. દુબઈમાં ઘોડા જ વેચાય અને ત્યાં જવું હોય તો ઘોડાનું જ કલેક્શન લઈ જવાય તેવું મારા ઘણા મિત્રોએ કહ્યું અને એપ્રિલ 2018માં હું દુબઇ ગયો જ્યાં 6 ઘોડાઓની શ્રેણી લઈ ગયો અને 1500 આર્ટિસ્ટમાં હું ટોપ-10માં આવ્યો હતો.

બ્રિજેશ ઉપાધ્યાય

15 વર્ષમાં બનાવેલા પૈકી બેસ્ટ 40 પેન્ટિંગનું એક્ઝિબિશન કરવામાં આવ્યું

ગંગા ઘાટની પરંપરાને આર્ટવર્કમાં ઉતારી

ટ્રાવેલિંગ મારો શોખ છે. જેથી વિશ્વની અનેક જગ્યાએ હું ફર્યો છું. જ્યારે હું ભારતના ઉત્તરાખંડમાં ગયો ત્યારે ગંગા ઘાટ પર થઈ રહેલ પરંપરાગત આરતી જોઈને તેને કેનવાસ પર કંડારી. આ સાથે ગંગા સાથે એવી વાયકા જોડાયેલી છે કે તેમાં સ્નાન કરવાથી બધા પાપા ધોવાઈ જાય છે, તે વાતને સાર્થક કરતા કેટલાક દૃશ્યોને એક્રેલીક દ્વારા કેનવાસ પર આર્ટવર્કમાં કંડાર્યાં છે.

ગરબે ઘૂમતી યુવતીઓના ફોટો પાડી પેઇન્ટિંગ બનાવ્યાં

વડોદરા શહેરની નવરાત્રી વિશ્વમાં વખણાય છે. જેની તસવીરો મેં કેમેરામાં કેદ કરી અને ત્યારબાદ તેને કેનવાસ પર ઉતારી. મારા મોટા ભાગના પેન્ટિંગ હું મારા ફોટોગ્રાફ્સ ઉપરથી જ કરતો હોવ છું. કારણે કે જે વિઝનથી મેં તસ્વીરને લીધી હોય તેને આર્ટ ફોર્મમાં તે જ સ્વરૂપમાં લાવવું તે મને ઘણું ગમે છે.

X
Vadodara - પરંપરા અને વાયકાઓને સાર્થક કરતી પળો કેનવાસમાં કંડારાઇ
Vadodara - પરંપરા અને વાયકાઓને સાર્થક કરતી પળો કેનવાસમાં કંડારાઇ
Vadodara - પરંપરા અને વાયકાઓને સાર્થક કરતી પળો કેનવાસમાં કંડારાઇ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી