આતંકવાદ અને દુષ્કર્મ જેવી ઘટનાઓ પર આર્ટવર્ક પ્રદર્શિત થયા

સિટી એન્કર

DivyaBhaskar News Network | Updated - Oct 11, 2018, 04:10 AM
Vadodara - આતંકવાદ અને દુષ્કર્મ જેવી ઘટનાઓ પર આર્ટવર્ક પ્રદર્શિત થયા
ફાઇન આર્ટ ગેલેરી ખાતે એક્સપ્રેશન પ્રદર્શન યોજાયું

ફાઇનઆર્ટસ ફેકલ્ટીમાં પેઇન્ટિંગ્સ, ડિજિટલ આર્ટસ અને ડ્રોઇંગનું એક્ઝિબિશનન યોજવામાં આવ્યું

Painting Exhibition

સ્રી વિરોધી વાતો મને ડિસ્ટર્બ કરે છે તેને પેઇન્ટિંગમાં રજૂ કરું છું : ડો વિવેક અગ્રવાલ

બર્નિંગ થીમ પેઇન્ટિંગ

વડોદરા | એમ.એસ. યુનિ.ની ફાઇન આર્ટસ આર્ટ ગેલેરી ખાતે એક્સપ્રેશન પેઇન્ટિંગ્સ, ડીઝીટલ આર્ટસ અને ડ્રોઇંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં ડૉ.પંકજ માલુકર, ડૉ.વિવેક અગ્રવાલ, ડૉ.વિપુલ ગુલાટીનાં પેઇન્ટિંગને પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

ડૉ.વિપુલ ગુલાટીએ પેઇન્ટિંગ વિશે જણાવ્યું હતું કે, મનુષ્યની ખરાબ વૃત્તિ અને સાયકોલોજી પર પેઇન્ટિંગ બનાવી છે તે ઉપરાંત બર્નીગ થીમ રાખવામાં આવી છે. ડાર્ક સાઇડ્સ અને ડાર્ક શેડ્સથી પેઇન્ટિંગ્સ બનાવવામાં આવ્યા છે.

હ્યુમન ઇમોશનનાં પેઇન્ટિંગ રજૂ થયા

પેઇન્ટિંગ વિશે ડૉ. વિવેક અગ્રવાલે જણાવ્યું હતું કે, 30 પેઇન્ટિંગ બનાવવામાં આવ્યા છે, હું બાળપણથી જ હ્યુમન ઇમોશન વિશે વિચારતો આવ્યો છું. સોસાયટીમાં સ્ત્રી વિરોધી જે વાત હોય તે ઉપરાંત ફિમેલ વિશે જે કંઇ નેગેટીવ બોલવામાં આવે છે તે પેઇન્ટિંગમાં બતાવવામાં આવ્યું છે. જે બાબતો મને ડિસ્ટર્બ કરે છે અે હું પેઇન્ટિંગમાં દર્શાવું છું. ઓઇલ કેનવાસ પર હું પેઇન્ટિંગ કરતો હતો ત્યારબાદ 2015થી ડીઝીટલ પેઇન્ટિંગ કરું છું. મારી પાસે દિવસ દરમિયાન જે કંઇ સમય મળે તેમાં હું ગમે તે સ્થળે ગમે તે સમયે પેઇન્ટિંગ કરુ છું. કોઇ પેઇન્ટિંગ 20 મિનિટમાં પણ પૂરી કરી શકું છું અને કોઇ પેઇન્ટિંગને પૂરું કરતા એક દિવસ પણ થઇ જાય છે. પેઇન્ટિંગ પોતાની જાતે જ બની જાય છે હું કંઇ વિચારીને બનાવતો નથી.

Vadodara - આતંકવાદ અને દુષ્કર્મ જેવી ઘટનાઓ પર આર્ટવર્ક પ્રદર્શિત થયા
X
Vadodara - આતંકવાદ અને દુષ્કર્મ જેવી ઘટનાઓ પર આર્ટવર્ક પ્રદર્શિત થયા
Vadodara - આતંકવાદ અને દુષ્કર્મ જેવી ઘટનાઓ પર આર્ટવર્ક પ્રદર્શિત થયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App