તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara એક્સપ્રેસ હોટેલનો કર્મી દારૂના જથ્થા સાથે ઝડપાયો

એક્સપ્રેસ હોટેલનો કર્મી દારૂના જથ્થા સાથે ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના અલકાપુરી એકસપ્રેસ હોટેલનો કર્મચારી દારૂ વેચે છે, તેવી બાતમી મળતાં ક્રાઇમ બ્રાન્ચે ડમી ગ્રાહક મોકલીને દરોડો પાડતાં કર્મચારી પાસેથી દારૂની 22 બોટલ અને 6 બિયરનાં ટિન મળ્યાં હતાં. સંજુ નામનો શખ્સ તેને દારૂની બોટલો આપી ગયો હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું હતું. બનાવમાં હોટેલ સંચાલકની પૂછતાછ કરવાની તજવીજ હાથ ધરાઇ છે.અલકાપુરી એકસપ્રેસ હોટેલનો કર્મચારી પોતાના લગેજ રૂમમાં દારૂનો જથ્થો છુપાવીને દારૂનું વેચાણ કરે છે,તેવી બાતમીથી પોલીસે ડમી ગ્રાહક મોકલતાં આ કર્મચારીએ દારૂની બોટલ ડમી ગ્રાહકને આપી હતી, જેથી પીએસઆઇ એસ.આર.મુછાળ અને સ્ટાફે વોચ ગોઠવીને એક્સપ્રેસ હોટેલના લગેજ રૂમ પાસેથી ઉસ્માનગની સુલેમાન દૂધવાલા (રહે યાકુતપુરાને ઝડપી પાડ્યો હતો. પોલીસે લગેજ રૂમમાં તપાસ કરતાં જાણીતી બ્રાન્ડની દારૂની 22 બોટલ અને બિયરનાં ટિન મળીને 87900 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...