તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara શહેરની જ્યોતિ લિ. સામે NCLTમાં કાર્યવાહી થશે

શહેરની જ્યોતિ લિ. સામે NCLTમાં કાર્યવાહી થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અેક સમયે શહેરની પ્રખ્યાત એવી અને હાલ રાષ્ટ્રીય કૃત બેંકોના નાણાં ચુક‌વણી મુદ્દે એન.સી.એલ.ટી પહોંચેલી જ્યોતિ લિમિટેડ કંપની નાદારીના આરે આવી હોવાની વાતે જોર પકડ્યું છે.કંપની સુત્રોના જણાવ્યા પ્રમાણે બેંકો સાથે વાટાધાટો ચાલી રહી છે.

વડોદરા શહેરમાં એક પછી એક કંપનીઓ નાદારીના આરે આવી ગઇ છે.પ્રથમ સ્ટર્લિંગ બાયોટેક ત્યાર બાદ કેમરોક ઇન્ડસ્ટ્રીઝ , ત્પાર બાદ ડાયમંડ પાવર ઇન્ફ્રા લિ અને આખરે જ્યોતિ લિમિટેડ કંપની નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ પહોંચી હોવાનું જાણાવા મ‌ળી રહ્યું છે.કંપની દ્વારા અગાઉ રાષ્ટ્રીય કૃત બેંક પાસેથી કરોડો રૂપિયાની લોન લીધા બાદ સમયસર લોનના નાણાં ભરપાઇ ન થઇ શકવાને કારણે એન.પી.એ જાહેર કરવામાં આવી હતી.રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલી ગાઇડલાઇન દ્વારા કંપની સમયસર લોનના નાણાં ભરપાઇ ન કરી શકવાને કારણે જ્યોતિ લિ. સામે ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી.નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ, અમદાવાદ ખાતે કંપની સામે વધું કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જો કે કંપનીના સુત્રોએ જણાવ્યું હતું કે જ્યોતિ લિ. દ્વારા બેંકો સાથે આ મામલે વાટાઘાટો કરાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...