• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Vadodara City
  • Vadodara - વડોદરાનો સાૈથી મોટો િવસ્તાર બનશે ભાયલી, અને તરસાલી સાૈથી વધુ વસ્તીવાળો વિસ્તાર હશે

વડોદરાનો સાૈથી મોટો િવસ્તાર બનશે ભાયલી, અને તરસાલી સાૈથી વધુ વસ્તીવાળો વિસ્તાર હશે

2030 સુધીમાં વડોદરા હાલના સીમાડા કરતાં 10 કિલોમીટર વધુ ફેલાશે અને તેમાં ચારેય દિશામાં નવા વિસ્તારો-ગામોનો સમાવેશ...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 04:10 AM
Vadodara - વડોદરાનો સાૈથી મોટો િવસ્તાર બનશે ભાયલી, અને તરસાલી સાૈથી વધુ વસ્તીવાળો વિસ્તાર હશે
2030 સુધીમાં વડોદરા હાલના સીમાડા કરતાં 10 કિલોમીટર વધુ ફેલાશે અને તેમાં ચારેય દિશામાં નવા વિસ્તારો-ગામોનો સમાવેશ થશે. અા સ્થિતિમાં, ઉત્તર સીમાડામાં સાૈથી મોટો વિસ્તાર 17.5 કિલોમીટર હરણીનો અને વસતીની દૃષ્ટિઅે 55214ની સાથે છાણી ટોપ પર રહેશે. જ્યારે, દક્ષિણ દિશામાં 61,662ની વસતી સાથે તરસાલી રિંગ રોડ સાથે શહેરનો સાૈથી વધુ વસતીવાળો વિસ્તાર બની રહેશે. અને 17.61 ચો.કિ.મી.નો ઘેરાવો ધરાવતું વરણામા મોટો વિસ્તાર રહેશે. સાૈથી પોશ વિસ્તારમાં પશ્ચિમનો ભાયલી 18.35 ચો.કિમી સુધી ફેલાશે અને તે સાૈથી મોટો વિસ્તાર બની રહેશે.જ્યારે, પૂર્વમાં સાૈથી મોટા વિસ્તાર તરીકે નિમેટા 13.45 ચો.કિ.મી. રહેશે અને વસતીની દૃષ્ટિઅે 29,784 સાથે બાપોદ સાૈથી ગીચ વિસ્તાર બની રહેશે.

સ્લમ ફ્રી સિટીનંુ સપનંુ 2030માં પૂરંુ થશે

શ હેરની 18 લાખની વસતી હાલમાં છે પરંતુ 12 વર્ષમાં 40 લાખની વસતી પહોંચશે એટલે રિઅલ એસ્ટેટની માંગમાં વધારો થશે તે સ્વભાવિક છે. સરકાર પણ જુદી જુદી સ્કીમ હેઠળ નવા આવાસો બનાવશે અને લોકોને પોષાય તેવા ભાવે ઇડબલ્યુએસ-એલઆઇજી અને એમઆઇજી સ્કીમના આવાસો બનાવશે. ખાનગી અને સરકારી ક્ષેત્રે બીજા 8 લાખ આવાસો બનાવવા પડશે. પૂર્વમાં શહેરના સીમાડા હાઇવેને પાર કરીને વાઘોડિયા ખટંબા સુધી વિસ્તરશે તો પશ્ચિમમાં ભાયલી-સેવાસી રોડને સીમાડા પાર કરી જશે તે નક્કી છે. વડોદરાને અડીને 30 ગામો આવેલાં છે અને 2030 સુધીમાં તે સ્વભાવિક છે કે ન્યૂ વડોદરાનો પાર્ટ હશે.દોઢ લાખની વસતી સ્લમમાં રહેતી હતી ત્યારે હવે ત્યાં આવાસો બનાવવાની યોજના આકાર લઇ રહી છે ત્યારે 2030 સુધીમાં સ્લમ ફ્રી સિટીનંુ બિરૂદ વડોદરાને મળી શકે.

રિઅલ એસ્ટેટ

80 હેલ્થ સેન્ટર, 100 બેડની બીજી 2 હોસ્પિટલ

શ હેરી ગરીબો માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો બનાવવામાં આવ્યા છે અને તેમાં માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં આવી છે પરંતુ એકલા હાર્ડવેરથી કામ નહીં ચાલે. આ સેવાઓ વડોદરા શહેર અને વુડાના 104 અને ડુડાના 200 મળી કુુલ 300 ગામો સુધી વિસ્તારી શકાય તેમ છે. હાલમાં 34 હેલ્થ સેન્ટર છે અને આગામી દાયકામાં તેમાં બમણો વધારો થશે. દર પાંચ લાખની વસતીએ સુપરસ્પેશિયાલિટી જેવી તમામ સગવડો ધરાવતી ઓછામાં ઓછી 100 બેડની હોસ્પિટલ કરવી પડશે. બીજું, ટ્રાફિક અને પાર્કિંગને ધ્યાનમાં રાખી હોસ્પિટલને પરવાનગી અાપવાનું પ્રોવિઝન રાખવું પડશે. કલાલી ચાપડના 225 હેકટરના વિસ્તારમાં મેડિકલ હેલ્થ નોડ નાંખવામાં આવ્યો છે ત્યારે 2030 સુધીમાં આ નોડ હેલ્થ ક્ષેત્રે નવો આયામ સર કરશે અને તેમાં તમામ જાતની હેલ્થ સેવાઓ મળતી થઇ જશે.

હેલ્થ

ન્યૂ વડોદરાની વસતી 10.41 લાખ પહોંચશે

શ હેર અને તેને અડીને આવેલા ગામડાઓની વસતી 2030 સુધીમાં 40 લાખ પર પહોંચી જશે ત્યારે સેટેલાઇટ ટાઉનશિપ એ સર્વશ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે. હાલના વડોદરામાં 1972માં 192 અને 2016 સુધીમાં 336 સ્લમ હતા. 51 હજાર પરિવારો જુદી જુુદી વસાહતોમાં રહેતા હતા અને 50 ટકા સ્લમને સરકારી સ્કીમ હેઠળ આવાસો ફાળવી દીધા છે. 13 લાખની વસતી વડોદરાની હતી ત્યારે 8.21 ટકા મુજબ 1.07 લાખની વસતી સ્લમમાં રહેતી હતી. 1961થી 2001 સુધી 41.23 થી 27.42%ના દરે વસતી વધારો થતો હતો જે 2011થી 2.99%ના દરે વધારો થઈ રહ્યો છે અને અા જ પ્રમાણે 2030 સુધી રહેશે. જેના કારણે 2030માં હાલના વડોદરાની વસતી 30.13 લાખ અને નવા વડોદરાની વસતી 10.41 લાખ પર પહોંચશે તેવો અંદાજ મુકાયો છે.

વસતી

આ રીતે સમજાવે છે વડોદરા 2030ના પ્લાનને ભાસ્કરના અેક્સપર્ટસ

નવા િવસ્તારના છાત્રોની સંખ્યા 5.30 લાખ થશે

40 લાખની વસતીમાં 40 ટકા બાળકો હશે એટલે 16 લાખ બાળકો 5 થી 14 વર્ષના હશે.શહેરમાં સ્ટેટ બોર્ડની 350 સ્કૂલ્સ અને સેન્ટ્રલ બોર્ડની 40 સ્કૂલ છે ત્યારે આગામી 12 વર્ષમાં સ્ટેટ બોર્ડની સ્કૂલના માળખામાં બીજી 150 સ્કૂલ્સનો ઉમેરો થશે તો સેન્ટ્રલ બોર્ડની સ્કૂલમાં પણ 100 ટકાનો વધારો થશે. 2030માં ન્યૂ વડોદરાના સ્માર્ટ સ્ટુડન્ટ્સની સંખ્યા 5.30 લાખ પર પહોંચશે ત્યારે નવી સ્કૂલ્સ બનાવવી પડશે અને તેની સાથોસાથ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના માળખાનો પણ વિકાસ કરવો પડશે. સ્માર્ટ સિટીના બાળકોને આઇટીની મદદથી ભણાવવામાં આવશે. જોકે, વડોદરાની આસપાસની યુનિવર્સિટીઓની સંખ્યામાં માંડ એકાદ બેનો જ વધારો થશે. હાલમાં પણ એન્જિનિયરિંગની જગાઓ ખાલી પડી રહી છે ત્યારે ભવિષ્યમાં તેમાં સુધારો થાય તે માટે નવા પ્રોફેશનલ કોર્સિસ કરવા પડશે.

એજ્યુકેશન

િસટી બસનો ઉપયોગ 2 લાખ લોકો કરશે

શ હેરમાં હાલમાં 1 લાખ મુસાફરો પબ્લિક ટ્રાન્સપોર્ટ થકી સિટી બસનો ઉપયોગ કરે છે અને 2030 સુધીમાં તેનો આંકડો ડબલ થઇ જશે. તેવી જ રીતે, ઓટો રિકશાઓની સંખ્યા પણ વધી રહી છે અને શહેરની જરૂરિયાત કરતાં ચાર ગણી રિકશા હાલમાં ફરી રહી છે અને 2030માં તો તે કિઓસ્ક કરી દેશે.જેથી, એરિયા વાઇઝ ટ્રાન્સપોર્ટ હબ બનાવીને રિકશાના આવનજાવન પણ તેના પૂરતી સિમીત કરી દેવામાં આવે તો ચોક્કસ વિસ્તારોમાં તેનુ ભારણ વધી શકશે નહીં અને મુંબઇમાં જે નિયમો છે તે નિયમ વડોદરામાં લાગુ કરવામાં આવે તે જરૂરી છે.આગામી ત્રણ દાયકાના આયોજનરૂપે મેટ્રો ટ્રેઇન કે મોનો રેલ સેવા શરૂ કરી શકાશે અને તેના કારણે વાહનોના ટ્રાફિક જામની સ્થિતિમાંથી મૂક્તિ મળશે અને સમયના વેડફાટ વગર નાગરિકો તેમના સ્થળ પર અવરજવર કરી શકશે.

ટ્રાફિક

1600 હેક્ટર જગ્યા અોપન સ્પેસ રહેશે

ડે વલપમેન્ટ પ્લાન: પહેલી વખત 1600 હેક્ટર જગ્યા અોપન સ્પેસ તરીકે મુકવામાં અાવી છે. વડોદરાની આસપાસ ઔદ્યોગિક મૂડીરોકાણ પણ વધશે અને તે રોકાણ હાલની સરખામણીમાં 10 ટકાનો વધારો કરશે.નવી ટીપી સ્કીમ્સ મંજૂર કરી દેવામાં અાવશે અને તેના કારણે 2030 સુધીમાં ડેવલપ થયેલા વિસ્તારોનો લાભ પાલિકાને સીધો મળશે. 1,808 કરોડ રૂપિયાનંુ રોકાણ ધરાવતા વડોદરામાં આગામી દાયકામાં 10 ટકાનો વધારો થશે અને તેના કારણે વડોદરાને રોજગારીની તકોમાં પણ 10 ટકાનો વધારો થશે. નવી ઇન્ડસ્ટ્રીઝમાં રેસિડન્સી કેમ્પસ પણ ડેવલપ કરવી પડશે. નવા વિસ્તારો માટે ઇન્ટિગ્રેટેડ પ્લાન બનાવીને પાયાની સુવિધાને એક છત હેઠળ કરી લેવાનું આયોજન જરૂરી બનશે.

ન્યૂ એરિયા

X
Vadodara - વડોદરાનો સાૈથી મોટો િવસ્તાર બનશે ભાયલી, અને તરસાલી સાૈથી વધુ વસ્તીવાળો વિસ્તાર હશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App