સામાનાય વર્ગને હાલતાને ચાલતાં આકસ્મિક ખર્ચાઓ એડજસ્ટ કરવા માટે શોર્ટટર્મ લોન્સની જરૂર પડી જતી હોય છે. તે સંજોગોમાં પર્સનલ લોન્સ લેવી પડતી હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં એવું પણ બનતું જોવા મળે કે, બેન્ક એફડી હોય તે તોડવી પડે. ઇએમઆઇ ભરવાની સગવડ હોય તો પછી એફડી સામે લોન લેવામાં આવે તો તે પર્સનલ લોન કરતાં પણ સસ્તી પડી શકે છે. બીજું કે મૂડી સલામત રહે છે.
બેન્ક વ્યાજ(ટકા) ન્યૂનતમ મેક્સિમમ એફડી
એક્સિસ એફડી+2 25000 25% 5000
બંધન બેન્ક એફડી+1.5-2 અમર્યાદિત 90% 1000
એચડીએફસી બેન્ક એફડી+1 25000 90% 5000
બેન્ક ઓફ બરોડા એફડી+1.5-1.75 અમર્યાદિત 95% 1000
ફેડરલ બેન્ક એફડી+2 અમર્યાદિત 90% 1000
ઇન્ડિયન બેન્ક એફડી+2 અમર્યાદિત 90% 100
શરતો અને નિયમો સમયાંતરે બદલાતા રહેતા હોવાથી રોકાણકારોએ એકવાર જાતે ચેક કરીને જ આગળ વધવા સલાહ છે
વિવિધ બેન્કોની ઓફર્સ
FD સામે લોન ઓપ્શન કેટલો ઉપયોગી

શોર્ટટર્મ લોન સામે એફડી હોય તો ઝડપી અને સસ્તો ઓપ્શન છે

પર્સનલ કો ગોલ્ડ લોન કરતાં વ્યાજનો દર પણ ખાસ્સો નીચો હોય

પ્રોસેસિંગ ફી, પેપર વર્ક સાવ નજીવું રહે છે. રિપેમેન્ટ ફ્લેક્સિબલ

બેન્ક એફડીની મુદત પાકે તે પહેલા તમારે લોન રિપે કરવી પડે

એફડી વ્યાજ મળતું રહે, એફડી કરતાં 1-2 ટકા વ્યાજ વધુ જાય

એફડી તોડવા કરતાં તેની સામે મળતી લોનથી મૂડી સલામત રહે

એફડી સામે લોનથી તમારો ક્રેડિટ પ્રોફાઇલ મજબૂત બની શકે
લોન્સ એટ એ ગ્લાન્સ

એફડી સામે લોનમાં કોઇ પ્રોસેસિંગ ફી નથી

ઝડપી લોન મંજૂર પણ થઇ જતી હોય છે

તમે ઇચ્છો તે રીતે પુનઃચુકવણી કરી શકો

વ્યાજનો દર પણ પર્સનલ લોન કરતાં નીચો
લોનનો સસ્તો વિકલ્પ
એફડી તોડવી તેના કરતાં તેની ઉપર 1-2 ટકા વધુ વ્યાજ ચૂકવવાથી લોન મળી શકે. તેના કારણે તમારી મૂડી યથાવત્ રહેવા સાથે તમારી શોર્ટટર્મ નાણાકીય જરૂરિયાતો પણ પૂર્ણ કરી શકાય છે.