સૌથી પોશ વિસ્તાર અકોટામાં સૌથી વધુ 1961 લારી-ગલ્લા

શું તમે જાણો છો શહેરમાં 11379 લારીગલ્લા

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 04:10 AM
સૌથી પોશ વિસ્તાર અકોટામાં સૌથી વધુ 1961 લારી-ગલ્લા
વડોદરા ઃ વડોદરાના કુલ 12 વોર્ડમાં કુલ 11,379 લારીગલ્લા આવેલ છે. કોર્પોરેશનના સ્ટ્રીટ વેન્ડર અંગેના સરવેમાં આ આંકડો બહાર આવ્યો છે. કોર્પોરેશનના સરવે મુજબ સૌથી વધુ 1961 લારીગલ્લા પોશ વિસ્તાર ગણાતા વોર્ડ નંબર 6 અકોટામાં આવેલ છે. જ્યારે બીજો નંબર વોર્ડ નંબર 9 પાણીગેટથી વાઘોડિયા રોડમાં 1214 લારીગલ્લા આવેલ છે. જ્યારે વોર્ડ નંબર 7 છાણી થી સયાજીગંજ વિસ્તારમાં 1170 લારીગલ્લાનો સમાવેશ થાય છે. વડોદરા કોર્પોરેશન દ્વારા દર વર્ષે તમામ 12 વોર્ડમાં હોકર્સની સંખ્યાનો સરવે કરતો હોય છે. કોર્પોરેશન દ્વારા કેટલાક હોકર્સને લાઇસન્સ પણ આપવામાં આવતું હોય છે. જ્યારે કેટલાક લોકો લાઇસન્સ વગર જ રસ્તાઓ પર પોતાની લારી કે ગલ્લા ચલાવતા હોય છે. કોર્પોરેશન દ્વારા સમયાંતરે લાઇસન્સ વગરની લારી-ગલ્લાઓ કે જેમણે રસ્તા પર દબાણ કર્યું હોય છે,તે લારી-ગલ્લાને કબજે કરી તેના માલિકને દંડ પણ ફટકારતી હોય છે.

વોર્ડ પ્રમાણે લારી-ગલ્લાની સ્થિતિ

વોર્ડ સંખ્યા

1 518

2 685

3 900

4 748

5 922

6 1961

વોર્ડ સંખ્યા

7 1170

8 980

9 1214

10 697

11 784

12 800

સ્ટ્રીટ વેન્ડરોનું એસોસિયેશન પણ

શહેરની મુખ્ય ગલીઓ કે ફૂટપાથ અથવા કોર્પોરેશને નિશ્ચિત કરેલી જગ્યાઓ પર ખાણીપીણીની લારીઓ કે ગલ્લા ચલાવતા વેપારીઓ પોતાનું એસોસિયેશન પણ ચલાવતા હોય છે. આ એસોસિયેશનમાં તેઓ સ્ટ્રીટ વેન્ડરોના ભાવ-તાલ નક્કી કરતા હોય છે. જ્યારે દરેક શહેરનું એસોસિયેશન નેશનલ લેવલના એસોસિયેશન સાથે કનેક્ટ રહેતું હોય છે.

X
સૌથી પોશ વિસ્તાર અકોટામાં સૌથી વધુ 1961 લારી-ગલ્લા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App