તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમારે મન ક્લિક જ કંકુને ચોખા આજે શહેરમાં 3 ફોટોગ્રાફી પ્રદર્શન

અમારે મન ક્લિક જ કંકુને ચોખા આજે શહેરમાં 3 ફોટોગ્રાફી પ્રદર્શન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુપેન્દ્ર રાણા દ્વારા ક્લિક કરવામાં આવેલ આ ફોટોમાં જાણે મણિધર નાગના માથે મણી ચમકે તે જ ચમક અમિત શાહના મસ્તક પર ઉપસી આવી હોય તેવા ભાવથી ક્લિક કરવામાં આવી હતી.

તહેવાર બારેમાસ
વિપુલ માનેના આ ફોટોમાં ગરીબ વર્ગના પરિવારને વાર હોય કે તહેવાર હોય, તેઓને તો બારેમાસ સરખા જ હોય છે. તે વિષય-વસ્તુ સાથે ક્લિક કરવામાં આ‌વી હતી.

માતૃત્વ જોવા ગયુ માતૃત્વ
ભુપેન્દ્ર રાણાની આ તસવીર શહેરના રેલ્વે સ્ટેશનની છે. જેમાં મધર ટેરીઝાનું એક્ઝિબિશન હતું. એક્ઝિબિશન જોવા ગયેલા લોકો પૈકી રીમાન્ડ હોમની મહિલા અનાથ બાળકને લઇ ગઇ હતી.

વડોદરા | વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે શહેરમાં ત્રણ ફોટોગ્રાફી એક્ઝિબિશનનું આયોજન થયું છે. જેમાં આકૃતિ ગેલેરી ખાતે 11 ફોટો જર્નાલિસ્ટ્સમાં પ્રણય શાહ, ભરત પારેખ, ભુપેન્દ્ર રાણા, કેયુર ભાટીયા, કિર્તી પડિયા, વલ્લભ શાહ, ચંદનગિરી, કમલેશ સુર્વે, ધર્મેશ જોબનપુત્રા, જીગ્નેશ જોષી અને અશ્વિન રાજપુતના ફોટો, જ્યારે ફાઇન આર્ટ્સ ગેલેરી ખાતે વિપુલ માને અને પી.એન.ગાડગીલમાં 27 ફોટોગ્રાફર્સના ફોટો દર્શાવાશે. કુલ 143 ફોટો પ્રદર્શિત થશે.

કેયુર ભાટિયા દ્વારા ક્લિક કરવામાં આવેલી આ તસવીર શહેરના વુડા સર્કલ ખાતેની છે. શહેરી વિકાસ સત્તામંડળના બિલ્ડીંગ બહાર જ ટ્રાફિક પોલીસ, તેની સામે રખડતા ઢોરની આવાજાહીનો સંયોગ સર્જાયો હતો. જ્યાં શહેરની સ્થિતિ દર્શાવતો ભાવ ક્લિક કરવામાં આવ્યો છે.

અશ્વિન રાજપુત દ્વારા ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતે એક્ઝિબિશનમાં લેવામાં આવેલી આ ક્લિકમાં સ્ત્રીના વિવિધ રૂપોને પુરુષ નિહાળી રહ્યો હોય તેવી ક્ષણો કેદ કરી ઉજાગર કરવામાં આવી છે.

કમલેશ સુર્વે દ્વારા ક્લિક કરવામાં આવેલી આ તસવીર શહેરના કિર્તિમંદીરના ગેટ પાસેનો છે. જેમાં કોઇપણ મહિલા પોતાને સુવ્યવસ્થિત રાખવા માટે તત્પર હોય તે ભાવના દર્શાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...