ઓડીની વોરંટીના નામે 1.50 લાખ પડાવ્યાની ફરિયાદ

Vadodara - ઓડીની વોરંટીના નામે 1.50 લાખ પડાવ્યાની ફરિયાદ

DivyaBhaskar News Network

Sep 12, 2018, 04:10 AM IST
શહેરના કલાલી વડસર રોડ પર આવેલા ઓડીના શો રૂમના સેલ્સમેને ઓડી ખરીદનાર 2 ગ્રાહકોને કંપની દ્વારા અપાતી 2 વર્ષની વોરન્ટી ઉપરાંત 3 વર્ષની વોરન્ટી અને સર્વિસના નામે વધારાના 1.50 લાખ લઇ લેતાં કંપનીએ આ મામલે સેલ્સમેન સામે માંજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

વડસર રોડ પર ઓડી કારના શોરૂમનું સંચાલન કરતી કંપનીના જનરલ મેનેજર દેવઆશિષ શિવકુમાર વ્યાસે માંજલપુર પોલીસમાં શો રૂમના સેલ્સમેન નિલેશ હિંમતલાલ શાહ (રહે, સુશીલ પાર્ક, અકોટા) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગ્રાહક તનુજ પટેલ અને જીગર શાહનો સંપર્ક કરી વોરન્ટી વિશે વાત કરી તેમની પાસેથી 5 વર્ષની વોરન્ટીના 75 -75 હજાર લીધા હતા. જે કંપનીમાં જમા ન કરવાી છીતરપિંડી કરી હતી.

X
Vadodara - ઓડીની વોરંટીના નામે 1.50 લાખ પડાવ્યાની ફરિયાદ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી