અકોટા િવન્સ હોસ્પિટલમાં દર્દીનું મોત થતાં હોબાળો

Vadodara - અકોટા િવન્સ હોસ્પિટલમાં દર્દીનું મોત થતાં હોબાળો

DivyaBhaskar News Network

Sep 12, 2018, 04:10 AM IST
છાણી ટી.પી 13 વિસ્તારમાં રહેતા આધેડને અચાનક ચક્કર આવતાં સારવાર માટે અકોટાની વિન્સ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ મૃત્યુ થતાં પરિવારજનો દ્વારા તબીબોની બેદરકારીના આક્ષેપો કરીને હોબાળો મચાવ્યો હતો.

ટી.પી 13માં આવેલ દેવકુટિર સોસાયટીમાં રહેતા પ્રફુલ્લભાઇ ગોપાલભાઈ પટેલ (ઉં.વ.47)ને રવિવારે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ એકાએક ચક્કર આવતાં સારવાર માટે અકોટા વિસ્તારમાં આવેલ વિન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર શરૂ થયા બાદ સોમવારે તેમની તબિયત સુધારા પર આવી હતી.મંગળવારે સવારે 8 વાગ્યાની આસપાસ તેમની પત્ની હોસ્પિટલથી ઘરે ગયાં હતાં. જ્યાંથી પરત આવીને જોતાં પ્રફુલ્લભાઇને ચકાસતાં તેઓ બેશુદ્ધ અવસ્થામાં હતા. જેથી તાત્કાલિક તબીબોને બોલાવીને બતાવતાં તબીબોએ 9:30 વાગ્યે તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારજનોએ સારવારમાં કોઈ કચાસ રહી ગઈ હોવાના આક્ષેપો સાથે તબીબોની બેદરકારીને લીધે પ્રફુલ્લભાઇનું મૃત્યુ થયું છે તેમ કહીને હોબાળો મચાવી મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી હતી. વિન્સ હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું કે આ અંગે જાણ કરાતા પોલીસે મામલો શાંત કરી મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો.

X
Vadodara - અકોટા િવન્સ હોસ્પિટલમાં દર્દીનું મોત થતાં હોબાળો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી