ટ્યૂશન નથી કરાવતાં તેવું લખાણ કરી આપવા સામે શિક્ષકોનો રોષ

ટ્યૂશન નથી કરાવતાં તેવું લખાણ કરી આપવા સામે શિક્ષકોનો રોષ

DivyaBhaskar News Network

Aug 13, 2018, 04:10 AM IST
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

બરોડા હાઇસ્કૂલ, ઓએનજીસી દ્વારા શાળાના શિક્ષકો પાસે પોતે ટ્યૂશન કરાવતા નથી તેવું બાંયધરી પત્ર 20 રૂપિયાના સ્ટેમ્પ પર કરી આપવાનો આદેશ કરતાં શિક્ષકોમાં રોષ ફેલાયો છે. સ્કૂલમાં આવતા પ્રવાસી શિક્ષકોને પણ સ્ટેમ્પ પેપર પર બાંયધરી આપવાનો આદેશ અપાયો છે.

બરોડા હાઇસ્કૂલ ઓએનજીસીના સંચાલકોએ શાળાના શિક્ષકોને બાંયધરી પત્રના રૂપે સ્ટેમ્પ પેપર પર ટ્યૂશન ક્લાસ ચલાવતો નથી,ટ્યૂશન લેતો નથી,ટ્યૂશન કલાસ સાથે જોડાયેલ નથી અને ભવિષ્યમાં પણ ટ્યૂશન કરીશ નહીં અને જો ટ્યૂશન કરતાં પકડાઉં તો આચાર સંહિતા પ્રમાણે જે પણ પગલાં લેવાય તે મને બંધનકર્તા રહેશે તે પ્રકારનું લખાણ સ્ટેમ્પ પેપર પર કરીને આપવાનું રહેશે.

બરોડા હાઇસ્કૂલ,ઓએનજીસીના િપ્રન્સીપાલ દીપક પરીખે જણાવ્યું હતું કે, અમારા ટ્રસ્ટનો આદેશ છે કે દરેક શિક્ષક પાસેથી તેઓ ટ્યૂશન નથી કરાવતા તે પ્રકારનું સોગદનામું લેવામાં આવે. જેના પગલે અમે શિક્ષકો પાસે સ્ટેમ્પ પેપર પર લખાણ લઇ રહ્યા છીએ. ભૂતકાળમાં શિક્ષણ વિભાગ દ્વારા પણ આ પ્રકારે સ્ટેમ્પ પેપર પર લખાણ લેવાનો આદેશ આપ્યો હતો.

X
ટ્યૂશન નથી કરાવતાં તેવું લખાણ કરી આપવા સામે શિક્ષકોનો રોષ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી