ટ્રેનમાં દારૂની 24 બોટલો સાથે નિવૃત્ત જવાન ઝડપાયો

DivyaBhaskar News Network

Oct 11, 2018, 04:10 AM IST
Vadodara - ટ્રેનમાં દારૂની 24 બોટલો સાથે નિવૃત્ત જવાન ઝડપાયો
વડોદરા રેલવે સ્ટેશન પર જમ્મુ તાવી એક્સપ્રેસમાંથી પોલીસે વિદેશી દારુના કુલ 24 નંગ બોટલો સાથે આર્મીના નિવૃત્ત કર્મીની પોલીસે ધરપકડ કરી હતી.પૂછરપરછમાં દારુ અંબાલા કેન્ટ ખાતેની આર્મી કેન્ટીનમાંથી લાવીને વડોદરામાં છુટક રીતે વેચવાની હોવાનું તપાસમાં ખૂલ્યુ હતુ.

વડોદરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નં-1 પર બુધવારે બપોરે 12 વાગ્યાના અરસામાં પહોંચેલી જમ્મુ તાવી ટ્રેનમાં રેલ્વે પોલીસે ચેકીંગ હાથ ધર્યુ હતુ. જેમાં ટ્રેનના એસ 2 કોચમાં બેઠેલા શંકાસ્પદ વ્યક્તિની પોલીસે તપાસ કરતા તેની બેગમાંથી જુદી જુદી વિદેશી બ્રાન્ડની વોડકા અને વ્હીસ્કીની 48 હજારની મતાની કુલ 24 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે શખ્સની પૂછપરછ કરતા મૂળ હરિયાણાનો અને આર્મીનો નિવૃત્ત કર્મચારી શશીભુશણ નન્હુ રાજપૂત હોવાનું જણાવ્યું હતું અને દારુ અંબાલા કેન્ટની આર્મી કેન્ટીનમાંથી લાવ્યો હતો.

X
Vadodara - ટ્રેનમાં દારૂની 24 બોટલો સાથે નિવૃત્ત જવાન ઝડપાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી