કુલરમાં મચ્છરોના બ્રીડિંગ મળતાં BSNLને નોટિસ

બીએસએનએલમાં મચ્છરોનંુ ટ્રિંગ..ટ્રિંગ..

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 04:10 AM
Vadodara - કુલરમાં મચ્છરોના બ્રીડિંગ મળતાં BSNLને નોટિસ
કેન્દ્ર સરકાર સંચાલિત બીએસએનએલની કોઠી ચાર રસ્તા પાસે આવેલી કચેરીના વોટર કુલરમાં ડેન્ગ્યુના મચ્છરોના બ્રિડીંગ મળી આવતા પાલિકાએ બેદરકારી દાખવવા બદલ બીએસએનએલને નોટિસ ફટકારી છે.

વાહકજન્ય રોગચાળા અન્વયે કુલ 347702 ઘરોનો સરવે કરાયો હતો અને તેમાં ઇન્ટ્રાડોમેસ્ટિક તપાસણી કરવામાં આવી હતી. આ ચેકીંગમાં 1225 સ્થળોમાં સોર્સ રિડકશનની કામગીરી કરાઇ હતી અને 25050 પેરાડોમેસ્ટીક મચ્છર ઉત્પત્તિ સ્થાનોમાં ટ્રીટમેન્ટ કરી146140 ઘરોમાં ફોગીંગ કરાયું હતું. કુલ 381 કન્સ્ટ્રકશન સાઇટ અને 212 સ્કૂલ હોસ્ટેલમાં ચેકીંગ અભિયાન કરવાામાં આવ્યું હતું . સરકારી-અર્ધસરકારી કચેરીઓમાં પણ ચેકીંગ કરાયુ હતુ અને 86 સંસ્થાને નોટિસ આપવામાં આવી હતી. બીએસએનએલની કોઠી કચેરીમાં વોટર કુલરમાં જૂનુ પાણી ભરેલુ જોવા મળ્યું હતું અને તેમાં મચ્છરોનો ઉપદ્રવ અને ડેન્ગ્યુના મચ્છરોનુ બ્રિડીંગ મળતાં આરોગ્ય વિભાગે નોટિસ આપી હતી.

X
Vadodara - કુલરમાં મચ્છરોના બ્રીડિંગ મળતાં BSNLને નોટિસ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App