તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • લાઇબ્રેરીમાં પુસ્તકનું નામ લખશો એટલે જે કબાટમાં પુસ્તક હશે ત્યાંથી બઝર વાગશે..!!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાઇબ્રેરીમાં પુસ્તકનું નામ લખશો એટલે જે કબાટમાં પુસ્તક હશે ત્યાંથી બઝર વાગશે..!!

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પિયસ્ક મશીન દ્વારા ઓટોમેટીક બુક ઇશ્યૂ અને રિટર્ન કરી શકાશે. જેના માટે વિદ્યાર્થીઓએ પિયસ્ક મશીનમાં પોતાનું લાઈબ્રેરી કાર્ડ સ્કેન કરવાનું રહેશે. જેનાથી કાર્ડ પરનો નંબર મશીનમાં સ્કેન થઈ જશે અને બુક ઓટોમેટીક ઈસ્યુ અને રીર્ટન થઈ જશે. માટે બીજી કોઇ લાંબી પ્રોસિજર વચ્ચેથી પસાર નહીં થવું પડે.

લાઈબ્રેરીમાંથી બુક ચોરાઈ જાય તે માટે લાઈબ્રેરીના એન્ટ્રી ગેટ પર ‘ગેટ એન્ટેના’ ફીટ કરવામાં આવ્યું છે. એન્ટેના રેડીયો તરંગોનું ટ્રાન્સમિશન કરે છે. જો કોઈ વ્યક્તિ બુક ઈસ્યુ કર્યા વગર લાઈબ્રેરીમાંથી બહાર નીકળે તો એન્ટ્રી ગેટ પર સાઇરન વાગે છે. આથી કોઈ વિદ્યાર્થી બુક ઈસ્યુ કર્યા વગર લાઈબ્રેરીની બહાર નીકળી શકતો નથી.

લાઈબ્રેરીમાં મોટા ભાગે વિદ્યાર્થીઓ પુસ્તકો શોધવા માટે અડધો કલાકથી વધારે સમય વિતાવતા હોય છે. વિદ્યાર્થીઓનો સમય બચે તે માટે લાઈબ્રેરીમાં ‘એન્ડલ રીડર મશીન’ મુકવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓ પોતાનું લાઈબ્રેરી કાર્ડ સ્કેન કરી બુકનું નામ લખતા બુક જે કબાટમાં હશે ત્યાંથી એક બઝર ટોન વાગશે અને વિદ્યાર્થીઓ તે કબાટમાંથી બુક ઈસ્યુ કરી શકશે.

એમટીબી આર્ટસ કોલેજની લાઈબ્રેરી ગુજરાતની ત્રીજા નંબરની RFID સિસ્ટમ આધારિત કામ કરતી લાઇબ્રેરી હશે. ગુજરાતની પ્રથમ લાઈબ્રેરી અમદાવાદમાં અને બીજી લાઇબ્રેરી બરોડાની યુનિવર્સિટીમાં છે.

આરએફઆઈડી રેડિયો ફ્રિકવન્સી આઈન્ડેન્ટીફિકેશન સિસ્ટમ છે, જે જીપીએસ સિસ્ટમની જેમ કામ કરે છે. જેમાં રેડીયો તરંગો દ્વારા વસ્તુની ઓળખ કરી શકાય છે. જેવી રીતે પુસ્તકો પર તેની ઓળખ માટે બારકોડ સ્ટીકર લગાવવામાં આવે છે તેવી રીતે પુસ્તકો પર સિસ્ટમ આધારીત ટેગ લગાડાય છે. જેમાં એક માઈક્રોચીપ ફીટ કરેલી હોય છે, જેમાં લાઈબ્રેરીના પુસ્તકો વિશેની તમામ માહિતી સ્ટોર કરેલી હોય છે. પુસ્તકના ટેગ પર ક્લિક કરતા જે-તે પુસ્તકની તમામ માહિતી મેળવી શકાય છે.

સિટી રિપોર્ટર @srt_cbસુરતનીએમ.ટી.બી કોલેજમાં સાઉથ ગુજરાતની પહેલી RFID લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી રહી છે. 15થી 20 લાખનાં ખર્ચે તૈયાર થનારી લાઇબ્રેરીમાં એન્ડલ રીડર મશીન પણ મૂકવામાં આવશે. જેને કારણે પુસ્તકનું નામ નાંખતા પુસ્તક જે કબાટમાં હશે ત્યાંથી બઝર વાગશે. લાઇબ્રેરિયન ચંદ્રકાંત બ્રમ્હભટ્ટે સિટી ભાસ્કર સાથે માહિતી શેર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો