તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઘાસમાં લપાઇને બેઠેલા સાપે મહિલાને દંશ માર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘાસમાં લપાઇને બેઠેલા સાપે મહિલાને દંશ માર્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડભોઇ | ડભોઇના વણાદરા ગામની મહિલા પોતાના ખેતરમાં સાફ સફાઇનુ કામ કરી રહી હતી. ત્યારે અચાનક ખેતરમાં ઘાસમાં લપાઇને બેઠેલા સાપે તેના ડાબા હાથે દંશ મારતાં તે ગભરાઇ ગઇ હતી. તેના પતિને મહિલાએ સાપ કરડ્યાની જાણ કરતાં તેને સારવાર અર્થે વડોદરા સયાજીમાં લઈ ગયા હતા.

ડભોઇ તાલુકાના ભીલાપુર પાસે આવેલા વણાદરા ગામે રહેતી 55 વર્ષીય નિલાબેન મોતિસિંહ દિવેરા સવારે વણાદરા ગામની સીમના ખેતરમાં કચરું સાફ કરતી હતી ત્યારે અચાનક ઘાસમાં છુપાયેલા સાપે તેના ડાબા હાથે દંશ મારતાં તે હતપ્રભ થઈ ગભરાઇ ગઈ હતી. તેણે પોતાના પતિને સાપ કરડ્યા અંગેની જાણ કરતાં પતિ મોતિસિંહે તેને વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. હાલ તેની તબિયત સાધારણ જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો