તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 12 સાયન્સનું પરિણામ વર્ષે સમયસર મળશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

12 સાયન્સનું પરિણામ વર્ષે સમયસર મળશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતરાજ્ય માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવી રહેલી ધો.12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રોની ચકાસણી પરીક્ષા પુરી થતાં પહેલાં શરૂ થઇ જશે. પ્રશ્નપત્રોની ચકાસણી માટે એક્સપર્ટ શિક્ષકોને આપવામાં આવતા ઓર્ડર શિક્ષકો સુધી પહોંચી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓના પ્રશ્નપત્રોની ચકાસણી અને આગામી વર્ષમાં આગળના અભ્યાસક્રમમાં એડમિશન લેવાના હોઇ પરીણામને કારણે બાબતો ઘોંચમાં પડે તે માટે બોર્ડ દ્વારા અગમચેતીના પગલાં રૂપે ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓના પ્રશ્નપત્રોની ચકાસણી તા.25થી શરૂ કરવાનો ઓર્ડર જે તે શિક્ષકો સુધી પહોંચાડી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ધો.12 સાયન્સની પરીક્ષામાં વિદ્યાર્થીઓનું અંતિમ પેપર ભાષાઓ તથા કમ્પ્યુટરનું તા.27મીના રોજ લેવામાં આવનાર છે. જ્યારે તા.24ના રોજ જીવ વિજ્ઞાનની પરીક્ષા લેવામાં આવશે. ત્યારે પરીક્ષા પુરી થવાની સાથે બોર્ડ દ્વારા ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓના પ્રશ્નપત્રોની ચકાસણી કરવાની નક્કી કરવામાં આવી છે ત્યારે વિદ્યાર્થીઓના પરીણામ પણ સમયસર આવશે તેવી આશા બંધાઇ છે.

પ્રવેશનો પ્રશ્ન ઉદભવે તે માટે પગલાં

તા.25મીથી પેપરોની ચકાસણી શરૂ થશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો