તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પીડિતાએ 12 પાનાંનો પત્ર લખીને આપવીતી વર્ણવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીડિતાએ 12 પાનાંનો પત્ર લખીને આપવીતી વર્ણવી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતા વતી હરિધામ સોખડાને પાઠવેલી નોટિસમાં જણાવાયું હતું કે દુષ્કર્મના બનાવ બાદ યુવતી રીતસર ભાંગી પડી હતી. તેને ન્યાય મળે તેવું જોઇતું પગલું સંસ્થા દ્વારા ભરાયું હતું. ભાંગી પડેલી યુવતીએ 12 પાનાંનો પત્ર લખી દુષ્કર્મ અને ત્યારબાદ તેની સાથે ઘટેલી ઘટનાઓની વિસ્તૃત માહિતી આપી હતી. પીડિતાને કોઇ પણ ભોગે ન્યાય જોઇતો હતો. જો કે ત્યારબાદ 12 લોકોની મિટિંગ થઇ હતી, જેમાં સંપ્રદાયનો સવાલ હોવાનું જણાવી સુજ્ઞેય સ્વામીને કાઢી મૂકવાની વાત જણાવાઇ હતી. ડિસેમ્બર, 2016માં બીજી મિટિંગ પણ થઇ હતી.. જોકે તે મિટિંગમાં સુજ્ઞેય સ્વામી સારો સાધુ હોવાનું જણાવી તેણે પ્રાયશ્ચિત્ત કરી લીધું હોવાથી કોઇ પગલાં લેવાશે નહીં તેમ જણાવાયું હતું. પીડિતાના પરિવારે મામલે અમને ન્યાય જોઇએ છે તેમ જણાવતાં તેમને એવો જવાબ અપાયો હતો કે અમે કોઇ સત્સંગી શોધી લગ્ન કરાવી આપીશું અને તે પણ સંપ્રદાયને ફોલો કરી શકે છે. દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીને તો કેવો ન્યાય તેવો સવાલ થયો હતો અને આખરે તેણે પોલીસમાં ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો હતો. સવા વર્ષ કરતાં વધુ સમયથી પીડિતાના પરિવારે વાતચીત કરી ન્યાય મેળવવા પ્રયાસ કર્યો હતો.

સંપ્રદાયનો સવાલ હોઈ સુજ્ઞેયને કાઢી મૂકવા જણાવાયું હતું

સુજ્ઞેય સ્વામીના દુષ્કર્મનો ભોગ બન્યા બાદ દુર્લક્ષ્ય સેવાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો