તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જમીન વિવાદમાં તત્કાલીન PI રાહુલ પટેલને ક્લીન ચિટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જમીન વિવાદમાં તત્કાલીન PI રાહુલ પટેલને ક્લીન ચિટ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સયાજીપુરાની53 કરોડની જમીનના વિવાદમાં છેતરપીંડી આચરાઇ હોવાનો આરોપ લગાવતી ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન પીઆઇ રાહુલ પટેલ સામે નોધવામાં આવી હતી. જો કે 9 માસ પછી મામલે તપાસનીશ અધિકારીએ સી સમરી ભરીને રાહુલ પટેલને ક્લીન ચીટ આપી હોવાનો મામલો પોલીસ બેડામાં ચર્ચા સ્થાને રહ્યો છે. સી સમરીનો રીપોર્ટ ઉચ્ચ અધિકારીઓની મંજુરી માટે મોકલાયો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

ગત 17 જુન, 2016ના રોજ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન પીઆઇ રાહુલ પટેલ સામે સયાજીપુરાની જમીનના વિવાદમાં છેતરપીંડીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. સયાજીપુરાની 53 કરોડની જમીનના મામલે રાહુલ પટેલે 17 કરોડના ચેક આપ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયુ હતું. છેતરપીંડીનો ગુનો નોંધાયા બાદ રાહુલ પટેલને સસ્પેન્ડ કરીને તેમની બદલી કરી દેવાઇ હતી.આ કેસમાં તપાસનીશ અધિકારીએ તપાસ શરુ કરી હતી. જો કે હવે તપાસના 9 મહિના બાદ તપાસનીશ અધિકારી એસીપીએ કેસમાં સી સમરીનો રીપોર્ટ આપ્યો હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઇ રહ્યું છે. રીપોર્ટમાં રાહુલ પટેલને ક્લીન ચીટ આપવામાં આવી છે. રીપોર્ટને ઉચ્ચ અધિકારીઓની મંજુરી માટે મોકલવામાં આવ્યો છે. 9 માસમાં રાહુલ પટેલને ક્લીન ચીટ આપવામાં આવી છે.

તાજેતરમાં કેસના ફરિયાદી રતિલાલ પટેલ સામે પણ બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

ફરિયાદી સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો

સયાજીપુરાની 53 કરોડની જમીનનાે વિવાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો