તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ખોટાં પ્રમાણપત્ર બનાવવાના કૌભાંડમાં જણાની ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખોટાં પ્રમાણપત્ર બનાવવાના કૌભાંડમાં જણાની ધરપકડ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લોકરક્ષકભરતી બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોએ રજૂ કરેલા ડોકયુમેન્ટ્સની ચકાસણી દરમિયાન આઠ ઉમેદવારોએ અનુસૂચિત જનજાતિનું બોગસ પ્રમાણપત્ર બનાવ્યું હોવાની હકીકતનો પર્દાફાશ થતાં ખળભળાટ મચી ગયો હતો.આ કિસ્સામાં ફતેગંજ પોલીસે જણાની ધરપકડ કરી 20મી સુધીના રિમાન્ડ મેળવ્યા હતા.

પીઆઇ વી.એચ.જોષીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત 10મી માર્ચથી લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ લેખિત અને શારીરિક પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોના ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશનની કામગીરી શરૂ થઇ હતી. ઉમેદવારોનાં પ્રમાણપત્રોની ચકાસણી કરતાં એક ઉમેદવાર રાકેશ ભગા ડામોરનું અનુસૂચિત જનજાતિ અંગેનું પ્રમાણપત્ર ચકાસણી દરમિયાન પ્રાથમિક દૃષ્ટિએ ખોટું હોવાનું જણાઇ આવ્યું હતું. પ્રમાણપત્ર આદિજાતિ વિભાગની કચેરીમાં તકેદારી અધિકારી તરફથી ઇશ્યૂ કરાયું હતું, જેથી તેની ખરાઇ કરવા માહિતી મંગાઇ હતી. ખરાઇ દરમિયાન પ્રમાણપત્ર બોગસ હોવાનું બહાર આવ્યું હતું. પીઆઇ વી.એચ.જોશીએ ફરિયાદ નોંધાવતાં ફતેગંજ પોલીસે તપાસ શરૂ કરી હતી.

7 ઉમેદવારોએ બોગસ પ્રમાણપત્રોનો ઉપયોગ કર્યો

તપાસદરમિયાન બહાર આવ્યું હતું કે છાણીના વાઢેલ ફળિયામાં રહેતો કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અરજણ માના ડામોર પોતે જાહેર સેવક કે સક્ષમ અધિકારી ના હોવા છતાં 1500થી 3000 રૂપિયા લઇને અનુસૂચિત જનજાતિનાં ખોટાં પ્રમાણપત્રો કાઢી આપતો હતો. જેને જોઇએ તેટલાં પ્રમાણપત્રો કાઢી આપવામાં આવતાં હતાં. લોકરક્ષક બનવા માટે સાત ઉમેદવારોએ બોગસ પ્રમાણપત્રોનો ઉપયોગ કર્યો હોવાનું તપાસમાં જણાઇ આવ્યું હતું.

ફતેગંજ પોલીસે તમામના તા.20મી સુધીના રિમાન્ડ મેળવ્યા

અનુસૂચિત જનજાતિનાં ખોટાં પ્રમાણપત્ર બનાવાનું કૌભાંડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો