તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • BBAમાં લીસ્ટ જાહેર કર્યા વિના પ્રવેશ કેમ અપાય છે?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

BBAમાં લીસ્ટ જાહેર કર્યા વિના પ્રવેશ કેમ અપાય છે?

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિ.સેનેટના નવા ચૂંટાયેલા તથા નિયુક્ત થયેલા સભ્યોની પ્રથમ બેઠક તા.23ના રોજ મળનાર છે. ત્યારે 16 સેનેટ સભ્યો દ્વારા યુનિ.માં ગેરરીતી થતી હોવાના આક્ષેપ સાથેના સવાલો પુછ્યા છે. જ્યારે કેટલાંકે જરૂરી વિકાસ કાર્યોને લગતાં સવાલો પણ પુછ્યાં છે. જેમાં રજનીકાંત દરજીએ બીબીએમાં એડમીશનનું લીસ્ટ બહાર પાડ્યા વિના એડમીશન કેમ અપાય છેω બે વિદ્યાર્થીઓને એડમીશન આપ્યા બાદ ફી કેમ ભરવા દેવાઇ હતીω જેવો પ્રશ્ન પુછતાં વિવાદનું કારણ બન્યો છે.

કોમર્સ ફેકલ્ટીના સેનેટ સભ્ય રજનીકાંત દરજીએ યુનિ.ની એક્સપરીમેન્ટલ સ્કુલના અંગ્રેજી માધ્યમના આચાર્યની નિમણુંક યોગ્ય પ્રક્રિયા વિના થઇ હોવાના આક્ષેપ કરીને નિમણુંક કેવી રીતે થઇω તેવો પ્રશ્ન પણ સેનેટની બેઠક માટે પુછતાં તંત્ર દોડતું થયું છે. ઉપરાંત ફેકલ્ટી ઓફ ફાર્મસીના સેનેટ સભ્ય હસમુખ વાઘેલા દ્વારા પુછવામાં આવેલા 15 પ્રશ્નોને કાઢી નાંખવામાં આવ્યા છે. યુનિ.ના કુલ 94 પૈકી 16 સભ્યો દ્વારા સેનેટની બેઠક માટે કુલ 658 પ્રશ્નો પુછ્યા હતા. જો કે સત્તાધીશો દ્વારા પ્રશ્નોની છણાવટ કરવાની શરૂઆત કરાઈ છે.

સેનેટ સભ્યોએ પુછેલા પ્રશ્નોની છણાવટ કરવા શરૂઆત

BBA એડમિશન પ્રક્રિયામાં ગેરવહીવટનો પ્રશ્ન સેનેટમાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો