તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ દ્વારા શહેરના ચારે ફિરકાઓના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ દ્વારા શહેરના ચારે ફિરકાઓના

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ દ્વારા શહેરના ચારે ફિરકાઓના લઘુમતીઓના માર્ગદર્શન માટે તથા લઘુમતીના લાભો માટેના પરિસંવાદનું રવિવાર તા.19 માર્ચે બપોરે 3 વાગે ગાંધીનગર ગૃહ ખાતે આયોજન કરાયું છે. શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘના ઉપપ્રમુખ પ્રકાશ શેઠે જણાવ્યું હતું કે, લઘુમતીના લાભો માટે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સચિવ કે.જી.વણઝારા, ગુજરાત અલ્પ સંખ્યક વિકાસ નિગમના ભાવિન પટેલ પરિસંવાદમાં ઉપસ્થિત રહી લઘુમતીના લાભોની સમજ તેમજ માર્ગદર્શન આપશે. પરિસંવાદમાં હાજર રહેનાર જૈન સમુદાયને રાજ્ય સરકાર તરફથી ઓડિયો-વિડિયો વિઝ્યુઅલ દ્વારા લઘુમતીના લાભો અંગેની માહિતી પૂરી પાડવામાં આવશે. પરિસંવાદ બાદ પ્રશ્નોત્તરીના કાર્યક્રમ દ્વારા જૈન સમુદાયને મુંઝવતા પ્રશ્નોનું સમાધાન રાજ્ય સરકારના સચિવ અને નિગમના અધિકારી દ્વારા કરાશે. સ્થાનકવાસી જૈન સંઘ, દિગંબર જૈન સંઘ, તેરાપંથી જૈન સંઘ, પાંજરાપોળ, મહાસંઘના અગ્રણી પ્રતિનિધિઓ હાજર રહી જૈનોને લઘુમતીના લાભાલાભોની ચર્ચા-વિચારણા કરશે. ગુજરાત સરકારે જૈનોનો લઘુમતીમાં સમાવેશ કર્યા બાદ લઘુમતીના પ્રમાણપત્ર અંગે હાલ તમામ જૈન સંઘોમાં કાર્યવાહી ચાલી રહી છે. માઇનોરિટી ડેવલપમેન્ટ ટ્રસ્ટ-અમદાવાદના સહયોગથી આયોજિત પરિસંવાદનો જૈન સમુદાયને લાભ લેવા જણાવાયું છે.

આજે જૈનોને લઘુમતીના લાભો માટેનો પરિસંવાદ યોજાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો