તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કર્મચારી મંડળના પ્રમુખ અને યુિન. રજિસ્ટ્રાર વચ્ચે તડાફડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કર્મચારી મંડળના પ્રમુખ અને યુિન. રજિસ્ટ્રાર વચ્ચે તડાફડી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિ.માંછેલ્લાં 10 વર્ષથી વધુ વર્ષથી ફરજ બજાવતાં હંગામી કર્મચારીઓને કાયમી કરવાની રજૂઆતમાં કર્મચારી મંડળના પ્રમુખ અન યુનિ.નાં રજિસ્ટ્રાર ડૉ.નીરજા જયસ્વાલ વચ્ચે શાબ્દિક તડાફડી થઇ હતી.

યુનિ.ના 600 હંગામી કર્મચારીઓને કાયમી કરવાની માગણી સાથે રાજ્ય પછાતવર્ગ-બક્ષીપંચ કર્મચારી મંડળ દ્વારા છેલ્લાં કેટલાંય વર્ષથી યુનિ.ના સત્તાધીશો તેમજ રાજ્ય સરકારને રજૂઆત કરાય છે. જોકે હજી સુધી કોઇ કાર્યવાહી થતાં શનિવારે કર્મચારી મંડળના પ્રમુખ ઠાકોર સોલંકીની આગેવાનીમાં કર્મચારીઓએ યુનિ.ની હેડ ઓફિસ ખાતે ધરણાં કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. સૂત્રોચ્ચાર બાદ કર્મચારી મંડળના પ્રમુખે યુનિ.ના વીસી પ્રો. પરિમલ વ્યાસને આવેદનપત્ર સોંપવાની માંગ કરી હતી. જોકે વીસીએ રજિસ્ટ્રાર ડૉ. નીરજા જયસ્વાલને મોકલી આપતાં કર્મચારીઓ નારાજ થયાં હતાં અને તેમણે દર વખતે વીસી અમારી વાત સાંભળવા આવતા નથી તેવી નારાજગી વ્યકત કરી હતી. રજિસ્ટ્રાર ડૉ. નીરજા જયસ્વાલ સમક્ષ કર્મચારી મંડળના પ્રમુખ ઠાકોર સોલંકીએ સીધો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, યુનિ. અમને કાયમી કરતી નથી. અમારી જગ્યાએ તેઓ પ્રોગ્રામ ઓફિસરોની નિમણૂક કરે છે. નિવેદનથી યુનિ.નાં રજિસ્ટ્રાર ડૉ.નીરજા જયસ્વાલ ભડકી ઉઠ્યાં હતાં અને તમારી માહિતી સાચી કરો તેમ કહીને જવાબ આપતાં બંને પક્ષે શાબ્દિક તડાફડી થતાં વાતાવરણ તંગ બની ગયું હતું. કર્મચારી મંડળે સિન્ડિકેટની બેઠક પૂર્વ સભ્યોને પણ આવેદનપત્ર સોંપીને પગલાં ભરવાની માંગ કરી હતી.

હંગામી કર્મીઓને કાયમી કરવાની માંગ 10 વર્ષથી પેન્ડિંગ

યુનિ.ના હંગામી સ્ટાફને કાયમી કરવાના મુદ્દે મોરચો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો