તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ફરિયાદની નકલ મંગાવાયાના દાવા સામે જવાબ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદની નકલ મંગાવાયાના દાવા સામે જવાબ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુજ્ઞેય કેસમાં ભોમનાથની મદદની જરૂર નથી : વકીલ

ન્યાય મેળવવા અભિયાન શરૂ : ભોમનાથ

ભોમનાથે જણાવ્યું હતું કે પીડિતાના પરિવાર સાથે વાત કરીને ભારતની કોર્ટમાં કેસ કરવા માટે અમે તૈયારી શરૂ કરી છે. અમે તમામ જરૂરી દસ્તાવેજો મંગાવ્યા છે. અમને દસ્તાવેજો મળી જાય ત્યાર બાદ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ભોમનાથે ફરી હુંકાર કર્યો હતો કે કોઇ પણ ભોગે પીડિતાને ન્યાય મળે તે માટે અમે ઝુંબેશ શરૂ કરી છે. કેસના ગુનેગારોને ફાંસીના માંચડે પહોંચાડવા અમે કમર કસી છે, તેમ જણાવતાં ભોમનાથે જણાવ્યું હતું કે માટે વધુ રણનીતિ નક્કી કરવા આવતીકાલે રવિવારે ભવાની સેનાની ખાસ બેઠક પણ બોલાવી છે. આજે શનિવારે પણ સેનાની મહિલા પાંખની મામલે બેઠક યોજાઇ હતી. હવે મહિલાઓ પણ આગળ આવીને મામલે આંદોલનમાં જોડાશે અને કાનૂની કાર્યવાહી પણ કરશે.તેમણે શહેરના અગ્રણીઓ તથા વકીલોને પણ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. જો કે મામલે પીડિતાનાં અમદાવાદ સ્થિત એડવોકેટ સોનલ જોશીએ જણાવ્યું હતું કે કાલે ભોમનાથનો તેમની પર ફોન આવ્યો હતો અને મામલે વાત થઇ હતી. જો કે સોનલ જોશીએ જણાવ્યું હતું કે મામલે અમારે કોઇની મદદની જરૂર નથી.

કેનેડામાં બંને પક્ષ વચ્ચે વાતચીતનો દોર

હાલકેનેડામાં પીડિતા અને મંદિર સત્તાધીશો અને કાર્યકર્તાઓ વચ્ચે વાતચીત ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મામલે હવે ભારતમાં કઇ રીતે કાનૂની પ્રક્રિયા કરવી તે બાબત પર પણ માર્ગદર્શન મેળવાઇ રહ્યું છે. પીડિતાનાં વકીલ સોનલ જોશીએ જણાવ્યું હતું કે હાલના તબક્કે આગળ શું કાર્યવાહી કરવી તે હજુ નક્કી થયું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો