તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફીના પ્રમાણમાં સુવિધા નથી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધારાસભ્યે ટેકો જાહેર કર્યો

નવા સત્રની ફી ભરવા અંબે સ્કૂલનાં વાલીઓનો નિર્ણય

કાર્ડ, ડાયરીના નામે પણ લૂંટ

વી.આઇ.પી રોડ પર આવેલ અંબે વિદ્યાલયના સંચાલકો દ્વારા 10 ટકા જેટલો ફી વધારો નવા સત્રથી જાહેર કરવાના પગલે વાલીઓએ વિરોધ નોંધાવી અને પ્રિન્સિપાલને ઉગ્ર રજૂઆતો પણ કરી હતી. વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે મળેલી બેઠક પણ પડી ભાંગી હતી. આજે અંબે વિદ્યાલયના વાલીઓની એક બેઠક મળી હતી જેમાં વાલીઓએ સહી ઝુંબેશ કરીને એક જૂટ થઇને ફી વધારાના વિરોધમાં લાંબી લડતનાં એંધાણ પણ આપી દીધાં હતાં. વાલીઓએ ધારાસભ્ય યોગેશ પટેલ,મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તથા ડીઇઓને આવેદન પત્ર આપીને રજૂઆતો પણ કરી હતી. શનિવારે મળેલી બેઠકમાં વાલીઓએ જંગી ફી વધારો મંજૂર ના હોવાનું જણાવી ફી વધારો પાછેા ખેંચવાની માંગણી કરી હતી અને અાગામી સત્રની ફી નહિ ભરવાનો નિર્ણય કર્યો હતો.

^ધારાસભ્ય યોગેશ પટેલે અમને ટેકો જાહેર કર્યો છે અને તેમણે અમને અગામી સત્રની ફી નહીં ભરવા માટે જણાવ્યું છે જેના પગલે તમામ વાલીઓએ ફી નહિ ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને ફી વધારો પાછો નહિ ખેંચાય તો છેવટ સુધીની લડાઇ લડી લેવાશે. > ધર્મેશસોલંકી,વાલી

ફીવધારા મુદ્દે સંચાલકો સામે છેવટ સુધી લડી લેવા નિર્ધાર

^ ગ્રૂપ ફોટાના રૂા.30, આઇકાર્ડના રૂા. 20 અને 300 રૂપિયાની ડાયરી તથા વિવિધ પ્રોજેકટોના નામે લૂંટ ચલાવાય છે.ફી પ્રમાણે નાસ્તો અપાતો નથી,રમતનું મેદાન ના હોવાથી વિદ્યાર્થીઓના નીચે કોરિડોર અથવા અગાશીમાં પીટીના કલાસ લેવાય છે. > વંદનાજોષી, વાલી

^10 ટકાની જગ્યાએ 20 ટકા જેટલી ફી વધારી દીધી છે. જે પ્રમાણે ફી વધારી છે તે પ્રમાણે શાળામાં સુવિધાઓનો અભાવ છે. પાર્કિંગની સુવિધા નથી. સ્કૂલ પાસે પોતાનું પ્લે ગ્રાઉન્ડ પણ નથી. સ્કૂલનો સમય પણ ઓછો છે. જેથી વિદ્યાર્થીઓને નુકસાન થાય છે. > રૂપાલીજૈન,વાલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો