તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • યુવકનું અપહરણ કરનાર બે શખ્સ રિમાન્ડ પર

યુવકનું અપહરણ કરનાર બે શખ્સ રિમાન્ડ પર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અઢી લાખ રૂપિયાની લેવડદેવડમાં અપહરણ કરવાના બનાવમાં સંડોવાયેલા બે શખ્સની ધરપકડ કરવામાં આવ્યા બાદ આજે આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરી પોલીસે રિમાન્ડની માંગણી કરતાં જ્યુ.મેજિ.એ બન્ને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

બનાવની વિગત એવી છે કે, દશરથના સંતોકસિંગ કશ્મીરાસીંગ ધીલ્લોનનું 2 શખ્સોએ કારમાં બેસાડી અપહરણ કર્યું હતું.પોલીસે બનાવના 24 કલાકમાં જ સેલવાસ પહોંચીને અપહરણ કરનારા સેલવાસના ટ્રાન્સપોર્ટર અંકિત અરુણસીંગ અને તેના ડ્રાઇવર રવિન્દ્ર ગોસ્વામીને ઝડપી લીધા હતા અને અપહૃત યુવાન સંતોકસિંગને મુક્ત કરાવ્યો હતો.પોલીસે બંને આરોપીને અદાલત સમક્ષ રજૂ કરતાં તા.20મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...