તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરામાં પીપીપી મોડેલથી કામ કરવા કોઇ તૈયાર નથી : હવે ફરીથી ઓફર મંગાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરામાં પીપીપી મોડેલથી કામ કરવા કોઇ તૈયાર નથી : હવે ફરીથી ઓફર મંગાવી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીજીટલઇન્ડિયાના સપનાને સાકાર કરવા માટે પાલિકાએ 46 લોકેશન અને 167 સ્પોટની પ્રાથમિક પસંદગી કરીને નાગરિકોને લોકભાગીદારીથી ફ્રીમાં વાઇફાઇની સુવિધા આપવા માટે તૈયારી બતાવી હોવા છતાં પહેલા ધડાકે કોઇ ઓફર મળી નથી અને તેના કારણે બીજી વખત ઓફર મંગાવવાની ફરજ પડી છે.

શહેરને ફ્રી વાઇફાઇની સુવિધા આપવાના ભાગરૂપે પાલિકાના ઇન્ફર્મેશન ટેકનોલોજી વિભાગે કામગીરી હાથ પર લીધી છે. 158.50 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં શહેર વિસ્તરેલુ છે અને 18 લાખની જનસંખ્યા છે.સ્માર્ટ સિટી તરીકે ફંડીગ મેળવવામાં સફળ થયેલા વડોદરા શહેરમાં સ્માર્ટ મોબાઇલ ધારકો પણ મોટી સંખ્યામાં છે અને મોબાઇલધારકો ટેકનોસેવી-નેટ સેવી છે ત્યારે પાલિકાના આઇટી વિભાગે 46 લોકેશનના 167 સ્પોટ પર આઇપોલ ઉભા કરવાનું આયોજન કર્યુ છે. સ્કીમમાં આઇપોલના 100 મીટર સુધી સ્માર્ટ મોબાઇલધારક પ્રથમ 30 મિનીટ સુધી ફ્રી વાઇફાઇનો લાભ લઇ શકશે અને સરકારી કોઇ પણ વેબસાઇટ ગમે ત્યારે ફ્રીમાં સર્ફીંગ કરી શકાશે તેવી જોગવાઇ રાખવામાં અાવી હતી. અમદાવાદ,સુરત અને રાજકોટમાં પીપીપી મોડેલ પર ફ્રી વાઇફાઇનો પ્રોજેકટ અમલમાં મૂકાઇ ગયો હોવાથી વડોદરામાં પણ પ્રાથમિક તબક્કે ઓફર મળી જશે તેવી ધારણા હતી પરંતુ ધારણા ખોટી પડી છે.જેના કારણે પાલિકાએ ફરી વખત પ્રોજેકટ માટે ઓફર મંગાવી છે.

{ આઇ-પોલથી 100 મીટરના અંતરમાં ફ્રી વાઇફાઇનું નેટવર્ક મળશે

{ સુવિધાનો લાભ મેળવનાર મોબાઇલધારકે રજિસ્ટર કરવાનું રહેશે અને તેમને વન ટાઇમ પાસવર્ડ અપાશે

{ પ્રતિ યુઝર 512 કેબીપીએસની સ્પીડ મળશે

{ પ્રથમ 30 મિનિટ સુધી ફ્રી વાઇફાઇ મળશે

{ પ્રતિ યુઝર મહત્તમ 50 એમબીનો ડેટા ફ્રીમાં ડાઉનલોડ કરી શકશે

}એસટી ડેપો રોડ

}ચાર દરવાજા

}આજવા રોડ

}કાલાઘોડા સર્કલ

}તરસાલી સુશેન રોડ

}એરપોર્ટ રોડ

}ગેંડા સર્કલ

}તમામ વોર્ડ કચેરી

શહેરને ફ્રી વાઇફાઇ બનાવવાનો પ્રથમ પ્રયત્ન નિષ્ફળ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો