તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • મ.સ.યુનિ.ના વિજિલન્સ સભ્યોને ધમકી : NSUIના છાત્રોને ફટકાર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મ.સ.યુનિ.ના વિજિલન્સ સભ્યોને ધમકી : NSUIના છાત્રોને ફટકાર્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
31મીએ યોજાનારી સંઘની ચૂંટણીમાં ‘નોટા’ લાગુ કરાશે

એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

યુનિ.માંચૂંટણીનો માહોલ જામતાં હિંસક ઘટનાઓએ આકાર લેવાનું શરૂ કર્યું છે. ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગ ખાતે વીવીએસના વિદ્યાર્થીઓએ આઇકાર્ડ ચેક કરવાનું શરૂ કર્યું હતું. જેનો એનએસયુઆઇના વિદ્યાર્થીઓએ વિરોધ કરતાં વીવીએસના વિદ્યાર્થીઓએ તેમને માર મારી કપડાં સુધ્ધાં ફાડી નાખ્યાં હતા. વિદ્યાર્થીઓની વચ્ચે પડેલાં વિજિલન્સના સભ્યો તથા બાઉન્સર્સને પણ જાહેરમાં વીવીએસના વિદ્યાર્થીઓએ જાનથી મારી નાંખવાની ધમકી આપી ગાળો ભાંડી હતી. વીવીએસના વિદ્યાર્થીઓની દાદાગીરીનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ રાવપુરા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવા ગયા હતા પરંતુ પોલીસ સ્ટેશનમાં સમાધાન થયું હતું.

યુનિ.ની ચૂંટણી થાય તેવી પ્રબળ શક્યતાઓ વર્તાઇ રહી છે ત્યારે યુનિ.નાં તમામ વિદ્યાર્થી સંગઠનો એક્ટિવ થયાં છે. માત્ર વિદ્યાર્થીઓની મુલાકાત અથવા વિદ્યાર્થીઓને વેલકમ કરવાના હેતુથી વિવિધ ફેકલ્ટીઓની મુલાકાત લેવાઇ રહી છે. ત્યારે વીવીએસના કાર્યકરો અન્ય ફેકલ્ટીના અને સંગઠનના કાર્યકરોને રોકતા હોય, માર મારતા હોય અને વિજિલન્સની હાજરીમાં આઇકાર્ડ પણ તે ચેક કરતા હોય તો ચૂંટણી વેળા પ્રચાર કરતા વિદ્યાર્થીઓ સાથે વીવીએસના વિદ્યાર્થીઓ હિંસક વર્તન કરી શકે તેમાં નવાઇ નહીં.

બે વર્ષ પહેલાં પણ વીવીએસના વિદ્યાર્થીઓએ ચૂંટણી પ્રચાર કરતાં એનએસયુઆઇના વિદ્યાર્થીઓને રોક્યાં હતાં. ત્યારે પણ ઘર્ષણ સર્જાયું હતું. ગ્રૂપના સભ્યોએ યુનિ.ની પોલિટેકનિક કોલેજ ખાતે વિદ્યાર્થીઓને થૂંકવાળું પાણી પીવડાવવા અને માર મારી લોહિયાળ ઘટનાને અંજામ આપ્યો હતો. ઘણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

છાત્રોને થૂંકવાળુ પાણી પણ પીવડાવ્યું હતું

એનએસયુઆઇના વિદ્યાર્થીઓને માર માર્યા બાદ તેઓ રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ કરવા પહોંચ્યા હતા. સાથે એનએસયુઆઇ પ્રમુખ હિતેશ દેસાઇ સહિત અન્ય સભ્યો પણ હતા. સમયે વીવીએસનો પ્રમુખ જયેશ બલાઇ સાથે હરપાલ રાણા પણ પહોંચ્યો હતો. જયેશ તથા હરપાલને સસ્પેન્ડ કરાયાા હતા. બન્નેનું એક્ટિવ થવું સૂચક છે.

સસ્પેન્ડ થયેલા બે ફરી પાછા એકટિવ થયા

વીવીએસના કાર્યકરોનો વિરોધ કરતાં માર માર્યો

પીડિત વિદ્યાર્થી ભાવિન પરમારે જણાવ્યું કે હું અને મારો મિત્ર ભાસ્કર ફેકલ્ટીમાં પ્રવેશ્યા હતા. જ્યાં વીવીએસના શુભમ્ કોલ, પાર્થ રાદડિયા, દર્શિત સહિત અન્ય કાર્યકરો વિદ્યાર્થીઓનાં આઇકાર્ડ ચેક કરી રહ્યા હતા. સમયે વિજિલન્સના સભ્યો પણ હાજર હતા. અમે વીવીએસના કાર્યકરોનો વિરોધ કરતાં વિજિલન્સની હાજરીમાં તેમણે અમને માર મારવાનું શરૂ કર્યું હતું.

ડીનની સામે ઘટના ઘટી પરંતુ ડીન જતા રહ્યા

^ અમને ગેટ પર વીવીએસના કાર્યકરોએ રોકતાં અમે તેમનો વિરોધ કર્યો હતો. તેમણે અમને મારવા સુધીની તૈયારી કરી હતી. ફેકલ્ટીના ડીન આવતાં રજૂઆત કરી હતી.પરંતુ તે પણ માત્ર વાત સાંભળીને જતા રહ્યા હતા. > હિતેશબત્રા, એનએસયુઆઇ.

મ.સ.યુનિવર્સીટીની ટેકનોલોજી ફેકલ્ટી ખાતે પ્રથમ વર્ષના પહેલા દિવસે વિદ્યર્થીઓના બે જૂથ વચ્ચે મારામરીના બનાવ બન્યા બાદ વિજિલન્સનાં કર્મચારીઓ સાથે પણ માથાકુટ થઇ હતી.

ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગ ખાતે આઇકાર્ડ ચેક કરવાના મામલે છાત્રોનાં બે સંગઠનો આમને સામને

20મીની સ્પેશિયલ સિન્ડિકેટ બેઠકમાં ચર્ચા

ભોગ બનેલા વિદ્યાર્થીઓ ફરિયાદ કરવા પોલીસ મથકે ગયા પણ સમાધાન કર્યું

VVSના વિદ્યાર્થીઓ અન્ય સંગઠનના છાત્રો ને અટકાવવા હિંસા આચરે છે

ટેક્નોલોજી ફેકલ્ટીમાં VVSના છાત્રોની દાદાગીરી : ચૂંટણી જાહેર થતાં પહેલાં હિંસક અથડામણ

^ હું ફેકલ્ટીમાં હતો. મારી સામે ફેકલ્ટીમાં આવી કોઇ ઘટના ઘટી નથી. મને કંઇ ખબર નથી. વિદ્યાર્થી, સિક્યુરિટી અથવા ટીચિંગ સ્ટાફમાંથી કોઇએ મને કોઇ કમ્પ્લેન કરી નથી. કે કોઇ રિપોર્ટ મારી પાસે આવ્યો નથી. > પ્રો.એસ.એસ.ભટ્ટાચાર્ય,ડીન,ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગ.

કોઈ ફરિયાદ નથી મળી, મને કંઇ ખબર નથી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો